ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આખરે શ્રદ્ધા કપૂરે તેના બ્રેક અપની અફવા પર આપી કઈક આવી પ્રતિક્રિયા - સોશિયલ મીડિયા

શ્રદ્ધા કપૂર અંગે સમાચાર મળી રહ્યાં છે કે, તેના બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠ સાથે બ્રેક અપ થઇ ગયુ (Shraddha kapoor and Rohan Shresth Break up) છે. આ કપલ લગભગ 4 ચાર વર્ષથી સાથે હતા. શ્રદ્ધા કપૂરે આ અફવા પર પૂર્ણવિરામ લગાવતા હવે પ્રતિક્રિયા આપી છે.

Shraddha kapoor and Rohan Shresth Break up: શ્રદ્ધા કપૂરે તેના બ્રેક અપને લઇને આપી પ્રતિક્રિયા
Shraddha kapoor and Rohan Shresth Break up: શ્રદ્ધા કપૂરે તેના બ્રેક અપને લઇને આપી પ્રતિક્રિયા

By

Published : Mar 25, 2022, 3:19 PM IST

ન્યૂઝ ડેસ્ક: આશિકી 2 ફેમ સ્ટાર શ્રદ્ધા કપૂર અંગે અફવા ઉડી રહી છે કે, તેનુ રોહન શ્રેષ્ઠ સાથે બ્રેક અપ થઇ ગયું (Shraddha kapoor and Rohan Shresth Break up) છે. આ ખબરે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો. આ સંજોગોમાં શ્રદ્ધા કપૂરે પ્રતિક્રિયા આપી (Shraddha kapoor React on his Break up Rumour) છે.

શ્રદ્ધા કપૂરે આપી પ્રતિક્રિયા: બ્રેકઅપના સમાચાર વચ્ચે શ્રદ્ધા કપૂરે સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. શ્રદ્ધાએ આ પોસ્ટમાં આ કેપ્શન સાથે લખ્યું છે 'ઔર સુનાઓ', સાથે જ હાર્ટ ઇમોજી પણ શેર કરી છે. શ્રદ્ધાની આ પોસ્ટ પર તેના ભાઈ સિદ્ધાંત કપૂરે લખ્યું, "હું તને યાદ કરું છું મારી લીટલ રાની".

Shraddha kapoor and Rohan Shresth Break up: શ્રદ્ધા કપૂરે તેના બ્રેક અપને લઇને આપી પ્રતિક્રિયા

છેલ્લા ચાર વર્ષથી રિલેશનમાં હતાશ્રદ્ધા અને રોહન: શ્રદ્ધા અને રોહન છેલ્લા ચાર વર્ષથી સાથે હતા. કપલના અલગ થવાના કારણ પરથી હજુ પડદો ઉઠ્યો નથી. આ વર્ષે શ્રદ્ધાએ તેનો જન્મદિવસ ગોવામાં ઉજવ્યો હતો, જેમાં રોહન ઉપસ્થિત ન રહ્યો હતો.

આ પણ વાંચો:Film RRR Release: રાજામૌલીની ફિલ્મ 'RRR' આઠ હજાર સ્ક્રીન પર રિલીઝ, જુનિયર એનટીઆરએ આપી પ્રતિક્રીયા

કપલના લગ્ન પર શકિત કપૂરે આપી પ્રતિક્રિયા: ગયા વર્ષે શ્રદ્ધા અને રોહન બહુ જલ્દી લગ્ન કરશે તેવા સમાચારે જોર પકડ્યું હતું. આ સમાચાર પર શ્રદ્ધા કપૂરના પિતા અને અભિનેતા શક્તિ કપૂરે કહ્યું હતું કે, "રોહન એક પારિવારિક મિત્ર છે, હું તેના પિતાને વર્ષોથી ઓળખું છું, રોહન અવારનવાર અમારા ઘરે આવે છે, પરંતુ લગ્ન અંગે કોઇ વાત થઈ નથી અને આજે તો બાળકો પોતાના નિર્ણયો જાતે લઈ રહ્યા છે, જો શ્રદ્ધાને કોઈ છોકરો પસંદ હશે, ભલે તે રોહન જ હોય, હું તેની સાથે લગ્ન કરાવી દેવા રાજી છું, હું શા માટે ના પાડું, પરંતુ અત્યારે તે તેની કારકિર્દી પર ફોક્સ કરે, લગ્ન એ એક મહત્વપૂર્ણ પગલું છે, જ્યાં લોકો અલગ થઇ જાય છે. આ બાબતે મને ક્યારેક નિરાશ કરી છે, કોઇ રિલેશનશિપ શરૂ કરતા પહેલા કાળજીપૂર્વક વિચારવું જોઈએ".

આ ફિલ્મમાં મળશે્ જોવાશ્રદ્ધા કપૂર: શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ વિશે વાત કરીએ તો રણબીર કપૂર સાથે 'લવ રંજન'ની ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય શ્રદ્ધા નાગિન ટ્રાયોલોજી માટે પણ ચર્ચામાં છે. આ દરમિયાન લંડનમાં પંકજ પારાશરની ફિલ્મ ચાલબાઝ પણ તેની બેગમાં છે. શ્રદ્ધા છેલ્લે બાગી 3 ફિલ્મમાં જોવા મળી હતી.

આ પણ વાંચો:મલ્લિકાઓની મલ્લિકા તમારી સમક્ષ આ નવતર અવતારમાં હાજર, જુઓ તેની તસવીરો

ABOUT THE AUTHOR

...view details