મુંબઇ: બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટમાં કામ કરતાં એક કર્મચારીનું નિધન થયું છે. જેનું દુઃખ વ્યક્ત કરતાં તેણે એક પોસ્ટ શેયર કરી છે. શાહરુખ ખાને ટ્વીટ કરતાં લખ્યું હતું કે, 'અમે બધાં મળીને ડ્રીમ્સ અનલિમિટેડ સાથે ફિલ્મ્સ બનાવવાનું શરૂ કર્યુ હતું. અભિજિત ટીમનો મજબૂત અને મહત્વપૂર્ણ ભાગ હતો. અમે હંમેશાં માનતા હતા કે, આપણે આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી જઈશું. કારણ કે, ટીમમાં અભિજિત જેવા લોકો હતા જે દરેક વસ્તુનું સંચાલન કરતા હતા.
શાહરૂખ ખાનની રેડ ચીલીઝમાં કામ કરતા કર્મચારીનું થયું નિધન - બોલીવુડ ન્યૂઝ
શાહરૂખ ખાનની રેડ ચીલીઝ ઘણા લોકો સાથે કામ કરે છે. જેમાં કામ કરતાં સાથી અભિજિતનું નિધન થયું છે. જેના કારણે શાહરૂખ ખૂબ જ દુઃખી છે. આ માહિતી તેમણે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.
રેડ ચીલીઝ
રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટે પણ તેના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી હતી. ત્યાં તેમણે લખ્યું હતું કે, 'રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટે પરિવારના સભ્યની વિદાય આઘાતજનક બની છે. તેની આત્માને શાંતિ મળે. પરિવાર પ્રત્યે સંવેદના.
નોંધનીય છે કે, તાજેતરમાં આમિર ખાનના સહાયકે પણ વિશ્વને અલવિદા કહ્યું હતું. જેના કારણે અભિનેતાને મોટો આંચકો લાગ્યો હતો. આમિરે પત્ની કિરણ સાથે તેના અંતિમ સંસ્કારમાં ભાગ લીધો હતો.