ગુજરાત

gujarat

શાહરૂખે PM કેર ફંડમાં આપ્યું ડોનેશન, આ રીતે પણ કરશે લોકોની મદદ

By

Published : Apr 3, 2020, 12:44 PM IST

કોરોના વાઇરસની લડાઇમાં બૉલિવૂડ એક્ટર શાહરૂખ ખાને પણ મદદનો હાથ લંબાવ્યો છે. શાહરૂખે પોતાની ફિલ્મ પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ દ્વારા જાહેર કરાયેલા બે પેજના સ્ટેટમેન્ટને રીટ્વીટ કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું છે કે, તે કઇ રીતે સરકાર અને લોકોની મદદ કરશે.

Etv Bharat, Gujarati News, Bollywood News, Shahrukh Khan News, CoronaVirus
Shah Rukh contributes to PM-CARES, other coronavirus relief funds

મુંબઇઃ PM મોદીએ કોરોના સામેની લડાઇ માટે દેશના લોકોને રાહત ભંડોળમાં ડોનેટ કરવાની અપીલ કરી છે. તેમની અપીલ પર બૉલિવૂડ, બિઝનેસ જગત, રમત-ગમત જગત સહિત અન્ય ક્ષેત્રોના લોકો સામે આવ્યા અને મદદ કરી હતી. અક્ષય કુમારે 25 કરોડની રકમ દાન કરી હતી. તેના આ ડોનેશન બાદ સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનને નિશાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે શાહરુખ કોરોના વાઇરસ સામેની જંગમાં આગળ આવ્યા છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, તે કઇ રીતે લોકોની મદદ કરશે.

શાહરુખ ખાને પીએમ કેર ફંડમાં ડોનેટ કરવાની સાથે સાથે વધુ કેટલીય મદદની પણ જાહેરાત કરી છે. શાહરુખે પોતાની ફિલ્મ પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ દ્વારા જાહેર કરાયેલા બે પેજના સ્ટેટમેન્ટને રીટ્વીટ કર્યું હું. જેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, કઇ રીતે સરકાર અને લોકોની મદદ કરવામાં આવશે.

અભિનેતાએ પોતાની કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ, રેડ ચિલીઝ વીએફએક્સ, આઇપીએલ ક્રિકેટ ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ અને પોતાનું મીર ફાઉન્ડેશન દ્વારા મદદ કરવાની જાહેરાત કરી છે અને લખ્યું કે, આ સમયે જે પોતાના માટે વગર થાક્યે કામ કરી રહ્યા છે, કદાચ તમે તેને ઓળખતા ન હોય, પરંતુ તે તમને એકલા રહેવા નથી દેતા. આપણે એ સુનિશ્ચિત કરીએ કે, એક-બીજાનું ધ્યાન રાખો. સમગ્ર દેશ અને તમામ ભારતીય એક પરિવારની જેમ છે.

આ સ્ટેટમેન્ટ અનુસાર શાહરુખ ખાનની ફિલ્મ પ્રોડક્શન કંપની અને ફ્રેન્ચાઇઝી કંપનીઓ હાલ મુંબઇ, દિલ્હી અને કોલકતામાં મદદ માટે કામ કરશે. જેમાં લોકોના સ્વાસ્થય સુવિધાને લઇને ભોજન કરાવવા સુધીની તમામ વાતનો સમાવેશ છે.

આ રીતે શાહરૂખ ખાન કરશે લોકોની મદદ

  1. PM રાહત ભંડોળઃ શાહરુખ ખાન, ગૌરી ખાન સહિત જૂહી ચાવલા અને જય મેહતાની આઇપીએલ ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ પીએમ રાહત ભંડોળમાં દાન કરશે.
  2. મહારાષ્ટ્ર CM રાહત ભંડોળઃ જેમાં ગૌરી ખાન અને શાહરુખ ખાનની એન્ટરટેનમેન્ટ કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ દાન કરશે.
  3. પીપીઇ કિટ્સઃ હેલ્થ કેર વર્ક્સના સપોર્ટ અને સુરક્ષા માટે કોલકતા નાઇટ રાઇડર્સ અને મીર ફાઉન્ડેશન મળીને પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં હેલ્થ વર્કર્સને 50000 પીપીઇ (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ) કિટ ઉપલબ્ધ કરાવશે.
  4. એક સાથ-ધ અર્થ ફાઉન્ડેશનઃ મીર ફાઉન્ડેશન, એક સાથ- ધ અર્થ ફાઉન્ડેશનની સાથે મળીને મુંબઇમાં લગભગ 5500 પરિવારોને એક મહીના સુધી દરરોજ ખાવાનું પહોંચાડશે. આ ઉપરાંત એક કિચન પણ બનાવવામાં આવશે, જેમાં લગભગ 2000 એવા લોકો માટે જમવાનું બનશે જેની પાસે જમવાનું પહોંચી શકતું નથી.
  5. રોટી ફાઉન્ડેશનઃ મીર ફાઉન્ડેશન, રોટી ફાઉન્ડેશન સાથે મળીને દરરોજ 10000 ગરીબ અને મજુરોને એક મહિના માટે ત્રણ લાખ મીલ કિટ્સ ઉપલબ્ધ કરાવશે.
  6. વર્કિંગ પીપલ્સ ચાર્ટરઃ મીર ફાઉન્ડેશન તેની સાથે મળીને દિલ્હીમાં 2500 મજૂરોને એક મહીના સુધી જરુરી ગ્રોસરી આઇટમ્સનું વિતરણ કરશે.
  7. છેલ્લા સંકલ્પ તરીકે એસિડ એટેક સર્વાઇવર્સ માટે મીર ફાઉન્ડેશન યૂપી, બિહાર, વેસ્ટ બંગાલ અને ઉત્તરાખંડની 100 એસિડ એેટેક સર્વાઇવર્સને માસિક વેતન અને તેની પ્રાથમિક જરુરિયાતોનું ધ્યાન રાખશે.

મહત્વનું છે કે, સલમાન ખાન, અક્ષય કુમાર, વરુણ ધવન, રાજકુમાર રાવ, રણદીપ હુડ્ડા, કૃતિ સેનન, પ્રિયંકા ચોપડા, શિલ્પા શેટ્ટી, સારા અલી ખાન, નાના પાટેકર, અનુષ્કા શર્મા, વિક્કી કૌશલ, કૈટરીના કૈફ સહિત અનેક સેલેબ્સે પણ લોકો માટે મદદ કરી છે.

ABOUT THE AUTHOR

...view details