ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સારા અલી ખાન-2 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઉતરી પૂલમાં ફેન્સે કહ્યું.... - SARA ALI KHAN

સારા અલી ખાને કાશ્મીરમાં માઈનસ 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પૂલમાં સ્વિમિંગ કરતી હોય તેવો વીડિયો શેર કર્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયાની (Social Media) સાથે કાશ્મીરનું તાપમાન પણ વધારી રહ્યો છે

સારા અલી ખાન-2 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં  ઉતરી પૂલમાં ફેન્સે કહ્યું....
સારા અલી ખાન-2 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઉતરી પૂલમાં ફેન્સે કહ્યું....

By

Published : Jan 31, 2022, 7:36 PM IST

હૈદરાબાદ: બોલિવૂડની 'ચકચક ગર્લ' સારા અલી ખાન હાલ કાશ્મીરમાં (Sara kashmir Tour) તેની રજાઓ માણી રહી છે જેને લઈને હાલ ઘણી ચર્ચામાં છે. સારા કાશમીરમાં તેના ભાઈ અને કેટલાક અન્ય મિત્રો સાથે ગઇ છે, જ્યાં તે તેમની સાથે કાશમીરાની વાદીઓમાં ફરવા ગઇ હતી. જેની સુંદર તસવીરો શેર કરી હતી. હાલ સારાએ મોટિવેશન સેશનમાં એવો વીડિયો શેર(Social Media) કર્યો છે, જે કાશ્મીરનું તાપમાન વધારી રહ્યું છે.

સારાએ ઈન્સ્ટાસ્ટોરી પર એક વીડિયો શેર કર્યો

જણાવીએ કે, સારાએ સોમવારે પોતાની ઈન્સ્ટાસ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પિંક બિકીનીમાં પૂલમાં સ્વિમિંગ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો કાશ્મીરના ગુલમર્ગ વાદીઓનો છે. જેમાં સારાએ જમણી બાજુ ખૂણામાં તાપમાન પણ બતાવ્યું છે. સોમવારના મોટિવેશનમાં સારાએ કહ્યું છે કે, તે માઈનસ 2.0 સેલ્સિયસ તાપમાનમાં પૂલમાં મજા માણી રહી છે.

આ પણ વાંચો:saba azad and hrithik roshan: જાણો સબા આઝાદને હૃતિક રોશન વિશે સવાલ કર્યો તો શું કહ્યું

સારાએ કહ્યું 'ઘર ત્યાં છે જ્યાં ભાઈ હોય'

આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (sara ali Khan Instagram account) પર શેર કરતા સારાએ કેપ્શનમાં લખ્યું કે, 'ઘર ત્યાં છે જ્યાં ભાઈ હોય'. ફોટામાં નજર આવતી ભાઈ-બહેનની કેમેસ્ટ્રી પર તેમના ફેન્સે ખુબ કોમેન્ટ્સ અને લાઈક્સ કરી હતી. સારાની આ પોસ્ટને લાખો લાઈક્સ મળી છે.

સારાના ફેન્સે કહ્યું કોઇ કઇ રીતે આટલું સુંદર લાગી શકે

સારાની આ તસવીરો પર એક ફેને લખ્યું, 'કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે', જ્યારે અન્ય એક ફેને લખ્યું, 'તમે સ્વર્ગની અસલી મજા લઈ રહ્યા છો'.

સારાએ હાલ જ એક ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું

સારાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે અક્ષય કુમાર અને સાઉથ એક્ટર ધનુષ સાથે ફિલ્મ 'અતરંગી રે'માં જોવા મળી હતી. તાજેતરમાં સારાએ એક્ટર વિકી કૌશલ સાથે એક ફિલ્મનું શૂટિંગ (sara Ali Khan Upcoming movie) પૂરું કર્યું છે.

આ પણ વાંચો:માર ડાલા: એવું તો શું થયું કે શિલ્પા શેટ્ટીએ આવું કહેવું પડયું, જાણો કારણ

ABOUT THE AUTHOR

...view details