ગુજરાત

gujarat

ETV Bharat / sitara

"મધર્સ ડે" પર સારા અલી ખાને તેના જન્મનો ફોટો કર્યો શેર - સારા અલી ખાન

સારા અલી ખાને મધર્સ ડે પર તેના જન્મનો ફોટો શેર કર્યો હતો. જેમાં અભિનેત્રીની નાનીએ તેને ખોળામાં લીધી છે, જ્યારે અમૃતા સિંઘ બેડ પર સુઇ રહી છે. તેના ફોટોને તેના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

"મધર્સ ડે" પર સારા અલી ખાને તેના જન્મનો ફોટો કર્યો શેર
"મધર્સ ડે" પર સારા અલી ખાને તેના જન્મનો ફોટો કર્યો શેર

By

Published : May 10, 2020, 7:07 PM IST

મુંબઇ: મધર્સ ડેના દિવસે દરેક લોકો પોતાની માતાને ખુબ પ્રેમ આપીને આ દિવસની ઉજવણી કરે છે. ત્યારે બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને પણ 'મધર્સ ડે' નિમિત્તે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો સારાના જન્મનો છે, ફોટામાં સારાની નાની તેને ખોળામાં લઈને બેઠી છે, જ્યારે અમૃતા સિંઘ બેડ પર સુઇ રહી છે.

મધર્સ ડે નિમિત્તે સારાએ આ તસવીર શેર કરી અને લખ્યું, "મારી માતાની માતા. મોમને જન્મ આપાવ બદલ આભાર. 'મધર ડે' ની શુભેચ્છા." સારાની આ પોસ્ટ ખૂબ વાઇરલ થઈ રહી છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, સારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેના ચાહકો સાથે તે પ્રોફેશનલ અને પર્સનલ લાઇફના અપડેટ્સ શેર કરતી રહે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા ટૂંક સમયમાં 'કુલી નંબર વન'માં જોવા મળશે. આ ફિલ્મમાં સારા સાથે અભિનેતા વરૂણ ધવન જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details