ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'ધ બિડ એન્ડ વિન' શોથી હોસ્ટ તરીકે સમીર કોચરનું કમબેક - shooting after lock down

એન્કર અને એક્ટર સમીર કોચર 'ધ બિડ એન્ડ વિન' શોથી હોસ્ટ તરીકે કમબેક કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, "આ શોના શૂટિંગનો અનુભવ તેમના માટે ખૂબ જ અનોખો હતો."

samir-kochhar-to-host-an-interactive-show
'ધ બિડ એન્ડ વિન' શોથી હોસ્ટ તરીકે સમીર કોચરનું કમબેક

By

Published : Aug 8, 2020, 6:05 PM IST

મુંબઇ: એન્કર અને એક્ટર સમીર કોચર એક નવા શોના હોસ્ટ તરીકે પુનરાગમન કરી રહ્યાં છે. આ શોમાં લોકો બોલી લગાવીને ઇનામ જીતવા માટે સક્ષમ બનશે. શોનું નામ છે 'ધ બિડ એન્ડ વિન' શો. કોચરના આ નવા શોનું ફોર્મેટ ઇન્ટરેક્ટિવ છે.

સમીર આ બાબત પર કહે છે કે, "'બિડ અને વિન' શો એ છે જે મેં પહેલાં ક્યારેય કર્યું નથી. હોસ્ટિંગ મારા માટે નવું નથી અને હું વાપસી કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ વખતે હું લોકોના મોબાઇલ સ્ક્રીન પર પાછો ફર્યો છું."

તેમણે કહ્યું કે, "આ શોના શૂટિંગનો અનુભવ મારા માટે ખૂબ જ અનોખો હતો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે ઇન્ટરેક્ટિવ ગેમ શોનો હોસ્ટ બનીને હું આટલો આનંદ માણીશ." ફ્લિપકાર્ટ પર શરૂ થઈ રહેલા આ શોમાં યુઝર્સ ટૂંકા વીડિયો જોઈને, ઇનામ જીતવા માટે સૌથી ઓછી બોલી લગાવી શકે છે. બોલી માટે હોમ એપ્લાયન્સીસ, મોબાઈલ ફોન, લેપટોપ, બ્લૂટૂથ સ્પીકર્સ, ફીટનેસ ગેજેટ્સ અને કેમેરા જેવા ઉત્પાદનો હશે.

ABOUT THE AUTHOR

...view details