ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ગાજિયાબાદમાં 'BIG BOSS 13'નો વિરોધ, ભાઈજાનના પૂતળાનું કરાયુ દહન - ગાજિયાબાદમાં BIG BOSS 13 નો વિરોધ

ગાજિયાબાદઃ નાના પડદા પર પર આવતો લોકપ્રિય રિયાલિટી શૉ 'બિગ બોસ' ને લઈ ગાજિયાબાદમાં બ્રાહ્મણ મહાસભા દ્વારા વિરોધ થઈ રહ્યો છે. શૉ માં દર્શાવવામાં આવેલી અશ્લીલતાને લઈ બ્રાહ્મણ મહાસભા દ્વારા શૉ નો તેમજ સલમાન ખાનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

BIG BOSS 13

By

Published : Oct 6, 2019, 6:43 PM IST

બ્રાહ્મણ મહાસભાના પાદાધિકારીઓનું કહેવું છે કે શૉ માં જે પ્રકારે અશ્લીલ સામગ્રી આપવામાં આવે છે તે સમાજમાં એક દુષણ ઉભુ કરે છે. જ્યારે નાના બાળકોમાં પણ આ શૉ ની ખરાબ અસર પડે છે. જેથી લોકોએ તેનો વિરોધ કરી સલમાન ખાનના પોસ્ટોર્સ અને બેનર્સ સળગાવ્યા હતાં. આ ઉપરાંત સલમાન ખાન વિરુદ્ધ નારેબાજી પણ કરવામાં આવી હતી.

જો કે બ્રાહ્મણ સમાજ શૉ ને બંધ કરાવવાના પ્રયાસો કરી રહ્યો છે. આ શૉ ને બંધ કરાવવા માટે ડિ.એમ ને આવેદન પણ આપશે. આ શૉ સમાજમાં દુષણ ફેલાવે છે. તેમજ બાળકો પર તેની ખરાબ અસર પડે છે.

ABOUT THE AUTHOR

...view details