ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Salman Khan Upcoming Film: સલમાન ખાને તોડી પરંપરા, આ ઇદ પર તેની એક પણ ફિલ્મ નહીં થાય રિલીઝ - Run Way 34 release date

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને (Salman Khan Upcoming Film) સોમવારે એક ખુલાસો કર્યો હતો. તેની આગામી ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર (Diwali 2022) પર અથવા તો ક્રિસમસના ત્યોહાર પર રિલીઝ થશે. તેના આ નિર્ણયથી તેની ઇદ પર ફિલ્મ રિલીઝ કરવાનો રેકોર્ડ તુટ્યો છે.

Salman Khan Upcoming Film: સલમાન ખાને તોડી પરંપરા, આ ઇદ પર તેની એક પણ ફિલ્મ નહીં થાય રિલીઝ
Salman Khan Upcoming Film: સલમાન ખાને તોડી પરંપરા, આ ઇદ પર તેની એક પણ ફિલ્મ નહીં થાય રિલીઝ

By

Published : Mar 29, 2022, 12:06 PM IST

મુંબઈ:સલમાન ખાને તેની આગામી ફિલ્મ (Salman Khan Upcoming Film) ને દિવાળી અથવા તો ક્રિસમસના તહેવાર પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. સલમાન ખાને આ ખુલાસો સોમવારના રોજ કર્યો છે, કઇ ફિલ્મ આ અવસર પર રિલીઝ કરવામાં આવશે તે અંગે ખુલાસો કરાયો નથી, પરંતુ તેના જાહેર કરાયેલા પ્રોજેક્ટસને જોતા એવો અંદાજ લગાવી શકાય કે આ ફિલ્મ 'ટાઇગર 3' (Tiger 3 Release Date) જ હશે.

ઇદ પર 'રનવે 34': આ ફિલ્મ હિટ સ્પાય ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ છે. ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ (IIFA 2022) ના પ્રચાર માટે મીડિયા ઈવેન્ટમાં સલમાને જણાવ્યું કે, "આ વખતે હું ઈદ દરમિયાન બ્રેક લઈ રહ્યો છું, પરંતુ અજય દેવગણ તેની ફિલ્મ 'રનવે 34' (Run Way 34 release date) લઈને આવશે. હું ઈચ્છું છું કે તમે બધા ઈદ પર તેમની ફિલ્મ માટે એટલો જ પ્રેમ વરસાવો જેટલો તમે મારા પર વરસાવો છો."

આ પણ વાંચો:RRR Collection: RRRએ વિશ્વભરમાં 500 કરોડની કમાણી કરી સર્જ્યો રેકોર્ડ

સલમાન આવશે OTT પર: સલમાન ખાન, રિતેશ દેશમુખ અને કોમેડિયન ટીવી પ્રસ્તુતકર્તા મનીષ પૌલ સાથે 20-20 મેના રોજ અબુ ધામીના યાસ આઇલેન્ડ ખાતે યોજાનાર IIFAનું આયોજન કરશે. IIFAના મીડિયા ઇવેન્ટમાં સલમાનને પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ ક્યારેય OTT પર સ્વિચ કરશે? આ સવાલનો જવાબ તેણે વિચિત્ર રીતે આપતા કહ્યું કે હા હું OTTના માધ્યમ પર આવીશ, પરંતુ એક નિર્માતા તરીકે, ત્યાં કેટલાક પ્રોજેક્ટસ છે, જેના માટે વાતચીત ચાલી રહી છે, પરંતુ આ માટે સિનેમાં લાર્જર ઘેન લાઇફ હોવી આવશ્યક છે અને શા માટે સાઉથની ફિલ્મ હિટ જઇ રહી છે, જેનું કારણ છે હીરોઇઝમ પર તેમનુ ફોકસ. "હિરોઈઝમવાળી ફિલ્મો બોલિવૂડમાં એક મૃત્યુ પામતી કળા છે. દુ:ખની વાત એ છે બોલિવૂડમાં આ દિવસોમાં વીરતા પ્રચલિત નથી, જ્યારે બોલિવૂડની નિશાની હંમેશા હીરોઈઝમ રહી છે, ફિલ્મના હીરો સાથે ભાવનાત્મક જોડાણ છે.

દક્ષિણ ભારતીય લેખકો ખૂબ જ મહેનતુ: સલમાન ખાન અંતે કહ્યું, "મેં હંમેશા સિનેમાની તે લાઇનમાં કામ કર્યું છે કારણ કે તે એવી વસ્તુ છે જેમાં હું માનું છું. બીજી વાત, દક્ષિણ ભારતીય લેખકો ખૂબ જ મહેનતુ છે, તેઓ પ્રેક્ષકોની નાડી જાણે છે. ફિલ્મો સમગ્ર ભારતમાં ગઈ છે, તેથી હું દક્ષિણના દિગ્દર્શકો તેમના પોતાના પ્રદેશમાં બનાવવા માટે બોલિવૂડમાંથી સ્ક્રિપ્ટો લેતા જોવા માંગે છે અને તેનાથી ઊલટું. ત્યારે જ અમારી પાસે ગુણવત્તાયુક્ત સામગ્રીનો જથ્થો હશે."

આ પણ વાંચો:Geeta Rabari in US: યૂક્રેન પીડિતોની મદદ માટે કચ્છી કોયલ ગીતા રબારીએ માનવ ધર્મનું કર્યું પાલન, ડાયરામાં 2 કરોડ કર્યાં એકત્રિત

ABOUT THE AUTHOR

...view details