ટીઝરમાં સોનાક્ષીની રક્ષા કરવા સલમાન એન્ગ્રી યંગમેન બની જાય છે અને ગુંડાઓની ધુલાઈ કરવા માંડે છે. આ દરમિયાન ડાયલોગ ખુબ જ રસપ્રદ છે. આ ટીઝરને શેયર કરતા સલમાને લખ્યું કે, 'આ રહે હે હમ લગાને એક્શન કા તડકા, તૈયાર રહિયે.'
'દબંગ 3'નું ટીઝર થયું રિલીઝ, ચુલબુલ પાંડેના દમદાર એક્શનથી છે ભરપુર - bollywood news
મુંબઇઃ સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ 'દબંગ 3' નું નવું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં તેઓ તેમની ઓન સ્ક્રિન પત્ની સોનાક્ષી સિન્હાની રક્ષા કરતા નજરે પડી રહ્યા છે. ટીઝરમાં સોનાક્ષી અને સલમાન નજર આવી રહ્યા છે.
dabangg 3 new teaser released
ઉલ્લેખનીય છે કે, 'દબંગ 3' આ વર્ષે 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અને અરબાઝ ખાન તેમની ભૂમિકામાં દેખાશે જ્યારે દક્ષિણના સુપરસ્ટાર કિચ્ચા સુદીપ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં દેખાશે.
સલમાન ચૂલબુલ પાંડેના રોલમાં દેખાશે. સલમાન આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મનું નિર્દેશન પ્રભુ દેવા કરી રહ્યા છે. ઉપરાંત ફિલ્મમાં મહેશ માંજરેકરની પુત્રી સઈ માંજરેકર પણ મહત્વની ભૂમિકામાં દેખાશે. આ તેમની ડેબ્યુ ફિલ્મ છે.