મુંબઈઃ કોરોના મહામારીને પગલે લાગું કરાયેલા લોકડાઉનના પગલે બોલીવૂડ અભિનેતા સલમાન ખાન છેલ્લા બે મહિનાથી તેમના પનવેલ ફાર્મ હાઉસમાં રહી રહ્યાં છે.
શુક્રવારે સવારે તેના ફાર્મ હાઉસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ હતી. જેમાં ચક્રવાતને કારણે ફાર્મહાઉસ પર થયેલા નુકસાનના દૃશ્ય જોવા મળ્યા હતા. આ તસવીરો યુલિયા વંતૂરે તેની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી. જેમાં અનેક જગ્યાએ વૃક્ષો તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા.
તાજેતરમાં સલમાને એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અને યુલિયા ફાર્મ હાઉસમાં સફાઈ કરતા જોવા મળે છે.
વિશ્વ પર્યાવરણ દિવસ પર દરેક લોકો આ વાતાવરણને સુરક્ષિત રાખવા સંકલ્પ લઈ રહ્યા છે. પરંતુ કેટલાક લોકો એવા છે કે, જેમણે સંકલ્પને વાસ્તવિકતામાં ફેરવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં સલમાન ખાનનું નામ પણ સામેલ છે.
વીડિયોમાં ભાઈજાન રસ્તાની સફાઇ કરી રહ્યા છે. સલમાન પોતે રસ્તા પર પડેલા પાંદડા અને કચરો ઉપાડીને સાફ કરી રહ્યો છે. અભિનેતાની સાથે યુલિયા વંતુર પણ રસ્તા પર સફાઈ કરતી જોવા મળે છે.
આ વીડિયોને શેર કરતી વખતે યુલિયાએ લખ્યું હતું કે, દરેકને વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા. અમે તો અમારું યોગદાન આપી દીધું.
આમ, સલમાન સહિત ઘણા સ્ટાર્સે લોકોને પર્યાવરણ દિવસ પર સંદેશ આપ્યો છે.