ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આનંદ એલ રાયની ફિલ્મમાં સલમાન-સારાની જોડી એકસાથે જોવા મળે તેવી શક્યતા - આનંદ એલ રાયના સમાચાર

મુંબઈ: ડાયરેક્ટર આનંદ એલ રાય પોતાની આવનારી ફિલ્મ સલમાન ખાન સાથે બનાવવા માગે છે, અને સારા આ પ્રોજેક્ટનો ભાગ બનવા માટે ઘણી ઉત્સાહી છે.

આનંદ એલ રાયની ફિલ્મમાં સલમાન-સારાની જોડી જોવા મળી શકે છે
આનંદ એલ રાયની ફિલ્મમાં સલમાન-સારાની જોડી જોવા મળી શકે છે

By

Published : Dec 1, 2019, 8:03 PM IST

અભિનેત્રી સારા અલી ખાન પોતાના ફૈન મોમેન્ટસને લઇને ચર્ચામાં છવાયેલી છે. દરમિયાન સમાચાર મળ્યા કે, સારા ટુંક સમયમાં સલમાન ખાન સાથે ડાયરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. રિપોર્ટ મુજબ સારાએ આ માટે તેમની મુલાકાત પણ લીધી છે.

મળતી માહિતી મુજબ, આનંદ એલ રાય પોતાની નવી ફિલ્મ સલમાન ખાન સાથે બનાવવા માગે છે અને સારા આ પ્રોજેક્ટનો ભાગ બનવા માટે ઘણી ઉત્સુક જોવા મળે છે. રિપોર્ટ મુજબ સારા ડાયરેક્ટર સાથે અવાર-નવાર મુલાકાત કરે છે અને પોતાને ફિલ્મનો ભાગ બનવા માટે વિનંતી કરે છે. તેમની પાસે ફિલ્મમેકર્સની એક લિસ્ટ છે જેમની સાથે તેઓ કામ કરવા માગે છે.

આ લિસ્ટમાં આનંદ એલ રાય ટોપ પર છે. મળતી માહિતી મુજબ સારા ગત શુક્રવારે આનંદને મળવા પણ ગઇ હતી. તેમની આ વિઝિટથી અંદાજ લગાવવામાં આવે છે કે, સારા અને સલમાન ટુંક સમયમાં આનંદની આવનાર ફિલ્મનો ભાગ બની શકે છે. જોકે, આ અંગે કોઈ અધિકૃત માહિતી મળી નથી.

વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો, સારા અલી ખાન ટુંક સમયમાં ઈમ્તિયાજ અલીની ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં તેમની સાથે કાર્તિક આર્યન લીડ રોલમાં છે. આ ફિલ્મની શૂટિંગ દરમિયાન શૂટ લોકેશનના ઘણી ફોટા સામે આવ્યા હતા. ઉપરાંત ડેવિડ ધવનની ફિલ્મ કુલી નંબર-1માં કામ કરી રહી છે. જેમાં વરૂણ ધવન લીડ રોલ ભજવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details