ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કરીના કપૂર-સૈફ અલી ખાન માસ્ક વગર બહાર નિકળતા થયા ટ્રોલ

તાજેતરમાં જ લોકડાઉનમાં થોડી રાહત આપવામાં આવી છે. બોલિવૂડની વાત કરવામાં આવે તો છૂટ મળતા જ અનેક સ્ટાર્સ પોતાના ઘરમાંથી બહાર નીકળવા લાગ્યા છે. અમુક સ્ટાર્સ પરિવાર સાથે ફરવા માટે બહાર નિકળ્યા હતા. અભિનેત્રી કરીના કપૂર પણ તેના પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમુર સાથે બહાર નીકળી હતી. આ ત્રણેય માટે રવિવારનો દિવસ ખાસ રહ્યો હતો. તમામ લોકો દરિયાકાંઠે મરીન ડ્રાઇવર પર વોક કરતા નજરે પડ્યાં હતાં. પરંતુ આ દરમિયાન કંઇક એવું જોવા મળ્યું જેનાથી સોશિયલ મીડિયા પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.

કરીના કપૂર અને સૈફ અલી ખાન માસ્ક વિના બહાર નિકળ્તા થયા ટ્રોલ
કરીના કપૂર અને સૈફ અલી ખાન માસ્ક વિના બહાર નિકળ્તા થયા ટ્રોલ

By

Published : Jun 8, 2020, 6:06 PM IST

મુંબઇ: અભિનેત્રી કરીના કપૂર લોકડાઉનમાં મળેલી થોડી છૂટછાટને બાદ પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમૂર સાથે ફરવા નીકળી હતી. તેઓ મરીન ડ્રાઇવ પર ચાલતા જોવા મળ્યા હતા. જે બાદ તેમનો અક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે અને લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી તસવીરોમાં આ ત્રણેયે લોકોએ માસ્ક પહેર્યું ન હતું. લોકો સોશિયલ મીડિયા પર ગુસ્સે થયા હતા. ત્યારે દરેક વ્યક્તિએ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને આવા સમયે માસ્કનો ઉપયોગ ન કરવા માટેનું કારણ પૂછ્યું હતું.

કરીના કપૂર અને સૈફ અલી ખાન માસ્ક વિના બહાર નિકળ્તા થયા ટ્રોલ

જ્યાં કેટલાકે પૂછ્યું કે, સૈફ તમારો માસ્ક ક્યાં છે? દરેક વ્યક્તિએ સૈફ અલી ખાન દ્વારા માસ્ક ન પહેરવા અંગે સવાલો ઉઠાવ્યા હતા. જો કે કેટલાક લોકોએ અમ પણ ક્હયું કે જ્યા આ લોકો ઇભા છે ત્યા ઓછા લોકો હતા તેથી માસ્ક પહેરવું તેમના યોગ્ય નહીં લાગ્યું હોય.

આવું બેદરકારી ભર્યું વલણ જોઈને યુર્ઝસ ભડકી ગયા અને સૈફ તેમજ તૈમૂરને ટ્રોલ કરી રહ્યા છે. એક યૂર્ઝસે કમેન્ટ કરતા લખ્યું હતું કે, 'સેલિબ્રિટી માટે માસ્ક કરતા સનગ્લાસ પ્રાથમિકતા છે'. તો અન્ય એક યુઝરે કમેન્ટ કરી હતી કે, 'આશ્ચર્યની વાત એ છે કે સૈફ જેવા શિક્ષિત અને સંવેદનશીલ માણસ માસ્ક ન પહેરવા જેટલા બેદરકાર હોઈ શકે છે.'

તૈમૂરને આવી પરિસ્થિતિમાં શા માટે બહાર લઈ ગયા તેવા સવાલો પણ અનેક યુર્ઝસે કર્યા હતા. કમેન્ટ્સમાં લોકોએ લખ્યું હતું કે, 'તૈમૂરે શા માટે માસ્ક નથી પહેર્યું? આ બહુ બેદરકારી કહેવાય.' તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, 'નાના બાળકને બાહર લઈ જાય છે અને એ પણ માસ્ક વગર! શું જરૂર છે એવી? જ્યારે દિવસના દરરોજ 1000 કરતા વધુ કેસ નોંધાય છે ત્યારે તો આપણે સજાગ થવું જ જોઈએ.'

કેટલાક યુર્ઝસે કહ્યું હતું કે, 'આમને જોઈને લાગે છે કે મુંબઈ કોરોના મુક્ત થઈ ગયું છે'. તો કોઈકે કહ્યું હતું કે, 'શું સેલિબ્રિટીને કોરોના નથી થતો?!'

આ દરમિયાન કરીના કપૂર બ્લેક ડ્રેસમાં નજરે પડી હતી, જ્યારે સૈફ અલી ખાન અને તૈમૂર સફેદ વસ્ત્રોમાં નજરે પડ્યા હતા. આ ત્રણેય લોકો લોકડાઉન દરમિયાન પોતાના ઘરમાં જ રહ્યા હતા. અનલોક 1.0ની જાહેરાત થતાં જ ત્રણેય લોકો બહાર નીકળ્યા હતા. થોડા કલાક પછી તેઓ ઘરે પરત ફર્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details