મુંબઈઃ કોરોનાને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું કામકાજ અટકી પડ્યું છે. એસએસ રાજમૌલીની ફિલ્મ 'RRR'ની રિલીઝ ડેટ આગળ જઈ શકે છે. જે ફિલ્મથી બૉલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટ અને અજય દેવગણ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહ્યાં છે.
કોવિડ-19ને લઈ તમામ ક્ષેત્રનું કામકાજ ઠપ્પ છે. લોકડાઉનની અસર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર વધારે જોવા મળી રહી છે. તમામ કલાકારો અને વર્કસ ઘરમાં જ છે. આ દરમિયાન સાઉથ ઈન્ડસ્ટ્રીના બહુચર્ચિત ફિલ્મ 'RRR' ની રિલીઝ ડેટ આગળ ધપાઈ શકે છે. કારણ, કોરોનાને કારણ ફિલ્મનું શુટિંગ અટકી પડ્યું છે.
'RRR' ફિલ્મમાં રામચરણ, જુનિયર એનટીઆર અને સાથે સાથે બૉલિવૂડના મેગાસ્ટાર આલિયા ભટ્ટ અને અજય દેવગણ જોવાં મળશે. આ ફિલ્મ 2021માં જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી. પંરતુ બની શકે કે કોરોનાને કારણે શૂંટિંગ કેન્સલ થઈ હોવાથી ફિલ્મની રિલીઝ ડેટ પણ આગળ જઈ શકે.
દર્શકો જે ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં તેના માટે હવે તેમને વધારે રાહ જોવી પડશે. એક્શન થ્રીલર ફિલ્મ 'RRR' માં તેલુગુ સ્વતંત્રતા સેનાની અલ્લુરી સીતારામ રાજુ અને કોમારમ ભીમની કાલ્પનિક ગાથા છે. આ ફિલ્મનું બઝેટ 450 કરોડનું છે. આ સાથે જ ફિલ્મને દસ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.