ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ફિલ્મ નિર્માતા એ. કૃષ્ણમૂર્તિએ ઋષિ કપૂરના નિધન પર શોક વ્યક્ત કર્યો, યાદો કરી શેર

ફિલ્મ નિર્માતા એ. કૃષ્ણમૂર્તિએ ઋષિ કપૂરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે ઋષિ કપૂર સાથે જોડાયેલી કેટલીક યાદો શેર કરી છે.

Etv bharta
bollywood

By

Published : May 1, 2020, 12:28 AM IST

મુંબઈઃ બૉલિવૂડ અભિનેતા ઋષિ કપૂરનું ગુરૂવારે નિધન થયું છે. ઋષિ કપૂરના આ સમાચાર સાંભળી એ. કૃષ્ણામુર્તિએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે જ કૃષ્ણમુર્તિને ઋષિ કપૂરના બાળપણની તાજા થયેલી યાદો પણ શેર કરી હતી.

91 વર્ષીય એ. કૃષ્ણમૂર્તિએ યાદ કર્યું કે, કેવી રીતે તે દાયકા પહેલા યુવાન ઋષિ કપૂર ચિન્ટુ તરીકે પ્રખ્યાત હતા અને તેઓ તેમના પિતા અથવા કાકાની ફિલ્મના સેટ પર આવતા અને તેમની સાથે ખુશીથી રમતા.

એ.કૃષ્ણમૂર્તિએ કહ્યું કે, "તે હંમેશાં ખૂબ જ વ્યવહારશીલ, સંસ્કારી સંતાન હતા. તેની ભાવિ પત્ની અને નાના બાળ કલાકાર નીતુસિંહ પણ મારા ખોળામાં રમતા હતાં. વર્ષો પછી જ્યારે તેમના લગ્ન થયા બાદ અમારા પારિવારિક સંબંધો વધારે મજબૂત બની ગયા"

તે જે ઘટનાઓ અંગે વાત કરી રહ્યાં હતાં, તેમાં ફિલ્મ 'નજરાના'ના આસપાસની હતી, જેમાં ઋષિ કપૂર પ્રોડક્શન એક્ઝિક્યુટિવ હતા અને ફિલ્મ કલ્પનાના મોટા નામો જેમ કે રાજ કપૂર, વૈજંતિમાલા, ઉષા કિરણ, જેમિની ગણેશન (રેખાના પિતા) સાથે તેમના ગાઢ સંપર્કો હતા, ત્યારબાદ નવ વર્ષીય ઋષિ ઘણીવાર સેટ પર આવતા હતાં.

કૃષ્ણમૂર્તિએ આગળ કહ્યું કે, "નીતુએ 'સૂરજ' સાથે બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષો પછી તેણીની અને ઋષિનાં લગ્ન થયાં અને આખું બૉલિવૂડ આ 'દંપતી' થી ખૂબ ખુશ હતું."

18 વર્ષની ઉંમરે જ્યારે ઋષિ કપૂર 'બોબી' થી બોલિવૂડમાં પોતાની શાનદાર શરૂઆત કરવા જઇ રહ્યો હતો, ત્યારે રાજ કપૂર તેમના પુત્ર માટે એક સારા પ્લેબેક સિંગરની શોધમાં હતા, જ્યારે કે મોહમ્મદ રફી, કિશોર કુમાર અને મુકેશ જેવા દિગ્ગજ કલાકારો હતા.

ABOUT THE AUTHOR

...view details