એક્શન કિંગ અક્ષય કુમારની નવી ફિલ્મ "મિશન મંગળ"નું ટ્રેલર રિલીસ્ થયું છે. આ ફિલ્મમાં ISROની સાચી મહેનત અને લગન વાત કરવામાં આવી છે. આમ, તો લોકોને ISROની મહેનતનો અંદાજો તો હોય છે, પણ તેને ક્યારે મહેસુસ કરી હોતી નથી. કહેવાય છે કે, 'સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય' વાસ્તવમાં, આ કહેવત આ ફિલ્મ સાથે સાબિત થાય છે. કારણ કે, આ ફિલ્મની વાર્તા પણ કંઈક એવી જ છે. આ ફિલ્મ જોનારના હૃદયમાં એકવાર ફરીથી દેશભક્તિની ભાવના જાગ્રુત થશે. લાખ પ્રયત્નો પછી હારી જવાના ડરને કેવી રીતે માત આપવી આ વાત અક્ષય કુમાર બખુબી જાણે છે. અસલ જીંદગીમાં પણ અક્ષય હાર માનતો નથી. તે આ ફિલ્મના તેમના પાત્રથી સ્પષ્ટ થાય છે. વાસ્તવમાં, ટ્રેલરની શરૂઆત થાય છે, અક્ષયના એક ડાયલોગ સાથે, 'કોઇ એક્સપરીમેન્ટ વગર સાયન્સ નથી.' જો આપણે એક્સપરીર્મેન્ટ ન કરીએ તો આપણે આપણી જાતને સાયન્ટિસ્ટ કહેવાનો કોઈ જ હક નથી. '
- https://www.youtube.com/embed/q10nfS9V090