નવી દિલ્હીઃદિલ્હી હાઈકોર્ટે અક્ષય કુમારની ફિલ્મ 'પૃથ્વીરાજ' (Akshay Kumar Film Pruthviraj) નું શીર્ષક બદલવાની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ ડીએન પટેલની અધ્યક્ષતાવાળી બેન્ચે અરજદારને અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી.
અરજીમાં કરાયો આ દાવો
આ અરજી નેશનલ કાઉન્સિલ ઓફ માઈગ્રન્ટ્સ દ્વારા દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, અરજદારે કહ્યું કે, જે રીતે મહાન યોદ્ધા પૃથ્વીરાજના નામનો ફિલ્મના શીર્ષકમાં કોઈપણ સન્માન સંબોધન વિના ઉપયોગ કરવામાં આવ્યો છે. જે તે ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, ફિલ્મનું નામ મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનું નામ આપવામાં આવે. આ ફિલ્મ 10 જૂને રિલીઝ થઈ રહી છે.