આ પહેલા અભિનેતાએ તાહિર રાજ ભસીનનું પોસ્ટર શેર કર્યું હતું. જે ફિલ્મમાં સુનિલ ગાવસ્કરની ભૂમિકા ભજવી રહ્યા છે. કપિલ દેવના લુકમાં રણવીરનું પહેલું પોસ્ટર લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. જેમાં તે કપિલના લોકપ્રિય શૉટ નટરાજનો પોઝ આપતો જોવા મળ્યો હતો.
આ ફિલ્મમાં શાકિબ સલીમ મોહિન્દર અમરનાથ અને ચિરાગ પટેલ સંદીપ પાટીલની ભૂમિકામાં જોવા મળ્યા. દીપિકા પાદુકોણ ફિલ્મમાં કૈમિયો રોલમાં જોવા મળશે. અભિનેત્રી ફિલ્મમાં કપિલ દેવની પત્નીના રોલમાં જોવા મળશે.
હાલમાં જ અભિનેતા રણવીર સિંહે ફિલ્મ 83નું નવું પોસ્ટર શેર કર્યું હતું, જેના પર યૂટ્યૂબ સેનસેશન ભુવન બામના મઝેદર કમેન્ટે પોસ્ટને વાયરલ કરી હતી. રણવીરે શુક્રવારે પોતાની આવનારી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ '83'થી પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નવા પોસ્ટર શેર કરતાં કેપ્શન આપ્યું હતું કે, 'આવી રહ્યા છીએ...'