ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'મોસ્ટ વોન્ટેડ ભાઈ' સલમાન ખાનને હરાવવા માટે રણદીપે લીધી ટ્રેનિંગ - Salman khan

મુંબઈ: અભિનેતા રણદીપ હૂડા આગામી એક્શન થ્રીલર ફિલ્મ 'રાધે'માં સુપરસ્ટાર સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. હુૂડા પોતાના પાત્રને પરફેક્ટ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે.

randeep huda trains hard to beat most wanted bhai salman khan

By

Published : Nov 12, 2019, 2:58 PM IST

રણદીપે સોમવારે વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તે જીમમાં 640 પાઉન્ડ વજન સાથે લેગ પ્રેસ મારતો નજરે પડે છે. એક્ટરે લાલ શર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેર્યા છે.

વીડિયો શેર કરતા અભિનેતાએ કેપ્શનમાં આપ્યું કે, '640 પાઉન્ડ લેગ પ્રેસ..'મોસ્ટ વોન્ટેડ ભાઈ' સલમાન ખાનને હરાવવા માટે ટ્રેનિંગ....તમે કેટલું પ્રેસ કરી રહ્યા છો બ્રધર..મારુ બેસ્ટ આપી રહ્યો છું, આ છે મારુ મંડે મોટિવેશન'

સલમાન એકવાર ફરી 'રાધે'માં પોલીસની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા અભિનેતા એકવાર ફરી પ્રભુદેવા સાથે કામ કરી રહ્યા છે.

'રાધે' આગામી વર્ષે ઈદના દિવસે સિલ્વર સ્ક્રિન પર રિલીઝ થશે. ફિલ્મમાં દિશા પટણી મુખ્ય પાત્રમાં છે. સલમાન ખાનની બીજી ફિલ્મ 'દબંગ 3' આવતા મહિનાની 20મી તારીખે રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details