- યશરાજ ફિલ્મ્સે તેની 4 મોટી ફિલ્મો રજૂ કરવાની જાહેરાત કરી
- એક આ વર્ષે દિવાળી પછી રિલીઝ થશે
- અન્ય ત્રણ ફિલ્મ જોવા માટે લાંબી રાહ જોવી પડશે
મુંબઈ:યશરાજ ફિલ્મ્સે તેની 4 મોટી ફિલ્મો રજૂ કરવાની જાહેરાત કરી છે. તેમાં અક્ષય કુમાર, રણબીર કપૂર, રણવીર સિંહ અને સૈફ અલી ખાન-સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ સામેલ છે. આમાંની એક આ વર્ષે દિવાળી પછી રિલીઝ થશે, જ્યારે પ્રેક્ષકોને અન્ય ત્રણ ફિલ્મ જોવા માટે લાંબી રાહ જોવી પડશે. આ ત્રણ ફિલ્મો 2022 માં રિલીઝ થશે.
આ પણ વાંચો:1989ની વર્લ્ડકપ જીત પર આધારિત ફિલ્મ '83' થિયેટરમાં રિલીઝ થશે
સોનુ સૂદની ફિલ્મ 'પૃથ્વીરાજ'ની રાહ જોવી પડશે.
સૈફ અલી ખાન, રાની મુખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાળાની 'બંટી બબલી 2' આ વર્ષે રિલીઝ થશે. તે દિવાળીના તહેવાર પછી 19 નવેમ્બર 2021 ના રોજ રિલીઝ થશે. દર્શકોએ અક્ષય કુમાર, સંજય દત્ત અને સોનુ સૂદની ફિલ્મ 'પૃથ્વીરાજ'ની રાહ જોવી પડશે. આ ફિલ્મ આવતા વર્ષે 21 જાન્યુઆરી, 2022 ના રોજ રિલીઝ થશે. જણાવી દઈએ કે આ ફિલ્મથી મિસ વર્લ્ડ બનેલી માનુષી છિલ્લર બોલિવૂડમાં પગ મૂકશે.