રણથંભોરઃ નવા વર્ષના અવસરે રણથંભોર કે જે દેશી-વિદેશી પર્યટકોથી આબાદ છે તો બીજી તરફ રણથંભોરમાં દેશની જાણીતી ફિલ્મી હસ્તીઓનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. બૉલિવૂડના પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અને એક્ટ્રેસ રણથંભોર પહોંચી રહ્યા છે. નવા વર્ષનું સેલિબ્રેશન રણથંબોરમાં કરી શકે છે.
રણથંભોરમાં બૉલિવૂડ સ્ટાર્સનો જમાવડો
મળતી માહિતી મુજબ ઠંડીના મોસમમાં રણથંબોરમાં પર્યટકોનો જમાવડો છે. ક્રિસમસથી શરૂ થયેલી રજાઓ બાદ તો મોટી સંખ્યામાં પર્યટકો રણથંભોર રાષ્ટ્રીય અભિયારણયમાં આવી રહ્યા છે. એક તરફ જ્યાં દેશ વિદેશના પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે, તો ફિલ્મી હસ્તીઓ પણ પાછળ નથી. બૉલિવૂડ સ્ટાર્સમાં અભિનેત્રી આલિયા ભટ્ટ, અભિનેતા રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, નીતૂ સિંહ, મહેશ ભટ્ટ જેવા ફિલ્મી જગતની હસ્તીઓ રણથંભોર પહોંચી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જયપુરથી બધા સ્ટાર્સ રણથંભોર પહોંચ્યા હતા. રણથંભોરની એક ફાઇવ સ્ટાર હોટલમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, નીતૂ સિંહ, મહેશ ભટ્ટ જેવા પરિજનોની સાથે પહોંચ્યા છે. બીજી તરફ અન્ય અભિનેત્રી દીપિકા પાદુકોણ અને તેના પતિ રણવીર સિંહ પણ રણથંભોરના વન્ય વિલાસ પહોંચ્યા છે.