- કોમેડિયન રાજપાલ યાદવે ચાહકોને કરી અપીલ
- પોતાનું ફેસબૂર પેજ હેક થયું હોવાની જાણકારી આપી
- ફેસબૂક પોસ્ટને નજરઅંદાજ કરવા જણાવ્યું
ન્યૂઝ ડેસ્ક- બોલીવૂડના કોમેડિયન રાજપાલ યાદવે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને ફેન્સને અપીલ કરી રહ્યાં છે, કે તેમનું ફેસબૂક એકાઉન્ટ હેક થઈ ગયું છે. તેની તપાસ ચાલી રહી છે. મારું ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એકાઉન્ટ સુરક્ષિત છે.
ગુરુવારે સવારે રાજપાલ યાદવે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે એવું કહી રહ્યાં છે કે ‘ હું આપને સૂચના આપું છું કે મારું ફેસબૂક પેજ હેક થઈ ગયું છે. અમે સાયબર પર રીપોર્ટ કર્યો છે. અને હવે હું આ વીડિયોના માધ્યમથી બતાવી રહ્યો છું કે આપ કોઈપણ આડીઅવળી પોસ્ટ આવે તો તે મે નથી કરી. તે કોઈ ક્રિમિનલ કરી રહ્યો છે. તેની તપાસ ચાલુ છે. તેમજ તેઓ આગળ કહી રહ્યાં છે કે 24 અથવા 48 કલાકમાં તેને કોઈ વાંચે તો તેને ઈગ્નોર કરે. ધન્વાદ, આપકો મેરા પ્યાર.
અત્રે નોંધનીય છે કે હંગામા-2 પછી હવે રાજપાલ યાદવ ‘ભૂલભુલૈયા-2’માં જોવા મળશે. સાથે તે આગામી ફિલ્મ જેવી કે ‘ફાધર ઓન સેલ’ અને ‘ધ ક્રેઝી કિંગ’માં પણ જોવા મળશે.