મુંબઈ: બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડા જે હાલમાં પોતાના પતિ નિક જ્હોન્સ સાથે લોસ એન્જલસમાં લોકડાઉનમાં સમય પસાર કરી રહી છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા હેન્ડલ પર થ્રોબેક ડાન્સ વીડિયો શેર કરીને ચાહકોનું મનોરંજન કરવાનો પ્રયાસ કર્યો હતો.
અભિનેત્રીનું અદભૂત નૃત્ય જોઈને ચાહકો ચોક્કસ હસી પડ્યા હશે. પરંતુ લોકો તેની નવી હેરસ્ટાઈલ અંગે પણ ટિપ્પણી કરી હતી. વીડિયોમાં તેના વાળ પંખીના માળા જેવા લાગી રહ્યા છે.
એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, વાળનો પહાડ. અન્ય એક યુઝરે લખ્યું કે, મેડમ પાછળ હજૂ થોડા વાળ નીચા છે, તેને પણ ઉભા કરી દો. પ્રિયંકાની તુલના શાકા લાકા બુમ બુમ પેન્સિલ સાથે કરતા એક યુઝરે લખ્યું કે, જો શાકા લાકા બૂમ બૂમ પેન્સિલ માનવી હોત તો.
હેર સ્ટાઈલ અંગે રમુજી કોમેન્ટનો વરસાદ
પ્રિયંકાના નૃત્ય કરતા વીડિયોને ચાહકોએ વખાણ્યો છે. ઘણા લોકોએ તેના વાળ અંગે ટિપ્પણી કરી હતી. આ વીડિયોને અત્યાર સુધીમાં 51 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
હેર સ્ટાઈલ અંગે રમુજી કોમેન્ટનો વરસાદ