આ સાથે જ રમૂજી રીતે પ્રશ્નો કરવામાં આવી રહ્યાં છે કે, શું અભિનેત્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSમાં જોડાઈ ગઈ છે?
પ્રિયંકા ચોપડા RSSમાં જોડાઇ? સોશિયલ મીડિયા પર થઈ રહી છે ટ્રોલ... - gujaratinews
મુંબઈ: બોલીવુડથી લઈને હોલીવુડ સુધીના દર્શકોને પોતાની શાનદાર એક્ટિંગથી દીવાના બનાવી ચુકેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા એકવાર ફરી ટ્રોલર્સના નજરમાં કેદ થઈ ગઈ છે. જોકે વાત એવી છે કે, એક્ટ્રેસને તેમના પહેરવેશને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.
પ્રિયંકા ચોપડા RSSમાં જોડાઈ? સોશિયલ મીડિયા પર થઈ રહી છે ટ્રોલ
જોકે, હાલમાં જ પ્રિયંકાને ખાખી શોર્ટ્સ પહેરવેશમાં જોવા મળી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર પ્રિયંકાને ટ્રોલ કરવામાં આવી રહી છે. સાથે તેમના આ પહેરવેશને લઈને રમૂજી ટિપ્પણી કરવામાં આવી છે કે, તેણી શું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈ ગઈ છે?
આપને જણાવી દઈએ કે, દેશમાં બલિદાન અને સમર્પણની ભાવના રાખનારી પવિત્ર સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSની શૉટ્સનો રંગ ખાખી છે. આ કારણે એક્ટ્રેસને લઈને ઘણાં મીમ્સ પણ બની રહ્યાં છે.