ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ફિલ્મ નિર્માતા નિતેશ તિવારીએ લોકડાઉનમાં રસોઈમાં હાથ અજમાવ્યો

લોકડાઉનના કારણે બધા લોકો તેમના ઘરોમાં કેદ છે. આવી સ્થિતિમાં ફિલ્મ નિર્માતા નિતેશ તિવારીએ પણ રસોઈમાં હાથ અજમાવ્યો હતો. આ કામ કરી તે ખૂબ ખુશ છે, તેણે કહ્યું કે આ દરમિયાન તેમને સમજાયું કે રસોઈ પણ તેને ખુશ કરી શકે છે.

ફિલ્મ નિર્માતા નિતેશ તિવારીએ લોકડાઉનમાં રસોઈમાં હાથ અજમાવ્યો
ફિલ્મ નિર્માતા નિતેશ તિવારીએ લોકડાઉનમાં રસોઈમાં હાથ અજમાવ્યો

By

Published : May 25, 2020, 7:14 PM IST

મુંબઇ: ફિલ્મ નિર્માતા નિતેશ તિવારી ક્યારેય પોતાના પ્રિય કામ - લેખનથી દૂર રહ્યા નથી, પરંતુ લોકડાઉનના આ સમયે વધુ સમય હોવાના કારણે, તે રસોઈમાં પણ હાથ અજમાવી રહ્યા છે અને આ દરમિયાન તેમને સમજાયું કે તેઓ રસોઈથી પણ ખુશ છે.

ફિલ્મ 'દંગલ' ના નિર્દેશકે કહ્યું, "મેં રસોઇ બનાવવાનું શીખી લીધું છે. તેની શરૂાત જરૂરિયાત રૂપે શરૂ થઇ હતી, પરંતુ હવે મેં તેનો આનંદ માણવાનું શરૂ કર્યું છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું રસોઇ પણ કરી શકુ છું. હવે મારા બાળકો મારા હાથથી બનાવેલું ભોજન પસંદ કરવા લાગ્યા છે. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે રસોઈ મને ખુશી આપી શકે છે. "

તેમણે ઉમેર્યું કે, "હવે હું સમજવાનું શરૂ કરું છું કે માતાઓ જ્યારે ખોરાક રાંધતા હોય ત્યારે આનંદ કેમ આવે છે, કારણ કે જ્યારે તેઓ તેમના બાળકોને તેમના દ્વારા બનાવેલું ભોજન ખાય છે અને તે ભોજનનું પસંદ કરે છે તે ખુશી અલગ છે. હું પણ હવે અન્ય વાનગીઓ બનાવવાની તાલીમ લઇ રહ્યો છું.મે મીઠાઈ બનાવવાનું શીખી લીધું છું.પહેલા હું ફક્ત મેગી બનાવતો હતો, પણ હવે હું ઘણી બધી વાનગીઓ બનાવવાની શકું છું. "

તેણે વધુમાં જણાવ્યું કે,"એક વસ્તુ જેમાંથી મેં વિરામ લીધો નથી અને તે છે લખવું.... હું ખૂબ ખુશ છું કે હું આ કાર્ય ચાલુ રાખું છું ..મને મારી ટીમ સાથે લખવું વધુ પંસદ છે...હવે અમે વીડિયો કોલ પર વાત કરીને લખવાનું કામ કરીએ છીએ, તે પણ એક અલગ અનુભવ છે. આ કંઇક નવી વાત છે."

લોકડાઉન દરમિયાન, નિતેશે 'કૌન બનેગા કરોડપતિ'ના નવા કેમ્પેનમાં પણ કામ કર્યું છે. નિતેશે તેના ઘરેથી આ રજિસ્ટ્રેશન પ્રોમો નિર્દેશિત કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details