વિક્કી કૌશલ અને ભૂમિ પેડનેકરની આ હોરર ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં વિક્કી કૌશલ પોતાનો જીવ બચાવતા પાણીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે. વિક્કીની પાછળ ભૂત પણ જોવા મળી રહ્યું છે, જેને વિક્કીને પકડી રાખ્યો છે. આ પોસ્ટર શેર કરતાં વિક્કીએ લખ્યું કે, ભયથી દૂર જઇ શકતું નથી, આતંકથી દૂર જઇ શકતું નથી. અમે અમારી ખાસ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મની જર્ની દરમિયાન હું પોતાના કેટલાક ડર સામે લડ્યો છું. તમારા બધા સાથે આ વિશે વાત કરવામાં ખૂબ જ ઉત્સુક છું.
'ભૂત પાર્ટ-1 ધ હોન્ટેડ શિપ'નું પોસ્ટર રિલીઝ, વિક્કી કૌશલ-ભૂમિ પેડનેકર સાથે જોવા મળશે - ભૂત પાર્ટ-1 ધ હોન્ટેડ શિપ' પોસ્ટર
મુંબઇઃ 'ઉરી' ફિલ્મથી ખ્યાતિ મેળવનારા એક્ટર વિક્કી કૌશલ જલ્દી જ હોરર ફિલ્મોમાં જોવા મળશે. વિક્કી હોરર ફિલ્મ 'ભૂત પાર્ટ 1'માં જોવા મળશે. આ ફિલ્મમાં વિક્કીની સાથે ભૂમિ પેડનેકર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે અને 15 નવેમ્બરે રિલીઝ થવા જઇ રહી છે. 'ભૂત પાર્ટ 1 ધ હોન્ટેડ શિપ'નું નવું પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું છે.
વિક્કી કૌશલની આગામી ફિલ્મ ભુતનું પોસ્ટર રીલિસ્
ઉલ્લેખનીય છે કે, વિક્કી કૌશલ અને ભૂમિ પેડનેકરની આ સૌ પ્રથમ હોરર ફિલ્મ છે, જેમાં બંને અભિનેતાઓ એકસાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું પોસ્ટર જોયા બાદ દર્શકો ફિલ્મની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.