ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મામા સુશાંતના નિધનના સમાચાર પર ભાણેજ નિર્વાણનું શું હતું રિએકશન? - સુશાંત સિંહ ના ભાણેજ નું રીએકશન

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકાળે નિધનના સમાચાર બાદ તેની બહેન શ્વેતા સિંહ કીર્તિ જે અમેરિકામાં રહે છે તે મંગળવારે મુંબઈ પહોંચી હતી. તેણે ખુલાસો કર્યો હતો કે, તેના મામાના અવસાનના સમાચાર સાંભળી ભાણેજ નિર્વાણની શું પ્રતિક્રિયા હતી.

મામા સુશાંતના નિધનના સમાચાર પર ભાણેજ નિર્વાણનું શું હતું રિએકશન?
મામા સુશાંતના નિધનના સમાચાર પર ભાણેજ નિર્વાણનું શું હતું રિએકશન?

By

Published : Jun 17, 2020, 3:56 PM IST

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ એ સોશીયલ મીડિયા પર સુશાંતના નિધન અંગેની તેના 5 વર્ષીય પુત્રએ આપેલી પ્રતિક્રિયા શેર કરી હતી.

શ્વેતાએ ફેસબુક પર પોસ્ટ કર્યુ, “ જ્યારે મે તેને કહ્યું કે મામા નથી રહ્યા... ત્યારે તેણે જવાબમાં કહ્યું, ‘પણ તે દિલમાં તો જીવંત છે ને..’ જ્યારે એક 5 વર્ષનું બાળક આમ કહી રહ્યું હોય તો વિચારો, આપણે કેટલા મજબૂત થવાની જરૂર છે.”

“આ સમયમાં તમામ મજબૂત રહો… સુશાંત ના ચાહકો ખાસ… તે આપણા સૌના હૃદયમાં વસે છે અને તે રહેશે જ…તેની આત્માને દુઃખ પહોંચે તેવું ન કરશો…#લોંગલીવસુશાંત”

ઉલ્લેખનિય છે કે, શ્વેતાએ અમેરિકાથી ભારત આવ્યા બાદ 7 દિવસ કવોરેટાઈન રહેવા બાબતે માફીની અપીલ કરી હતી. “શું કોઈપણ રીતે આમાંથી મને માફી મળી શકે? અત્યારે મારે મારા કુટુંબ સાથે રહેવાની વધુ જરૂર છે.” તેમ તેણે સોશીયલ મીડિયા પર જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details