ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નવાઝુદ્દીન સિદ્દીકી અને અનુરાગ કશ્યપની ફિલ્મ 'ઘૂમકેતુ'નું ટ્રેલર રિલીઝ - અનુરાગ કશ્યપ

નવાઝુદ્દીન સિદ્દીકી અને અનુરાગ કશ્યપની ફિલ્મ 'ઘૂમકેતુ' નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં નવાઝ એક લેખકની ભૂમિકા નિભાવી રહ્યાં છે, જ્યારે અનુરાગ કશ્યપ એક ભ્રષ્ટ કોપની ભૂમિકા ભજવી રહ્યાં છે.

Ghoomketu, Etv Bharat
Ghoomketu

By

Published : May 20, 2020, 11:37 PM IST

મુંબઈઃ નવાઝુદ્દીન સિદ્દીકી અભિનીત ફિલ્મ 'ઘૂમકેતુ'ની દરેક દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. હાલ નિર્માતાઓએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યુ છે. જેને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે આ ફિલ્મ કેટલી જબરદસ્ત હશે.

ફિલ્મના ટ્રેલકની વાત કરીએ તો 'ઘૂમકેતુ'નું ટ્રેલર નવોઝુદ્દીન સિદ્દીકીથી શરૂ થાય છે, જે તેની સ્ક્રિપ્ટ સંતો બુઆ (ઇલા અરૂણ)ને સંભળાવતા હોય છે, પરંતુ તેઓ તેને પ્રભાવિત કરવામાં નિષ્ફળ જાય છે. મુંબઈમાં ઘૂમકેતુ બૉલિવૂડમાં લેખક તરીકેની કારકિર્દી સ્થાપિત કરવા માટે પ્રયત્નો કરે છે, પરંતુ દરેક વખતે નિષ્ફળ જાય છે.

આ ફિલ્મમાં અનુરાગ કશ્યપ પણ એક્ટિંગ કરતાં જોવા મળશે. ફિલ્મમાં નવાઝુદ્દિન સિદ્દીકી એટલે કે ઘુમકેતું પોતાને લેખક તરીકે સ્થાપિત થવા પ્રયાસો કરે છે, જેના અથાગ પ્રયાસો ફિલ્મમાં દેખાશે.

કલાકારોની વાત કરીએ તો આ ફિલ્મમાંં રણવીર સિંહ, અમિતાભ બચ્ચન, સોનાક્ષી સિંહા અને ચિત્રાંગદા સિંહ પણ વિશેષ રજૂઆત કરતા જોવા મળશે. આ ફિલ્મ 22 મે ના રોજ જી-5 પર રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details