ટ્રેલર પહેલા મેકર્સે 'મલાલ'નું એક પોસ્ટર પણ જાહેર કર્યુ હતું. જેમાં મીજાન બુલેટ ચલાવતા જોવા મળી રહ્યા છે. તો શરમિન બુલેટની ટાંકી પર મીજાનની તરફ તેનો ચહેરો કરીને બેસી છે.
" મલાલ"નું ટ્રેલર થયું રિલીઝ, જોવા મળશે મીજાન-શર્મિનની અનોખી પ્રેમ કહાની
મુંબઇ: રોમાન્સથી ભરેલું ફિલ્મ 'મલાલ'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં શર્મિન સહગલ તથા મીજાન સાથે બે સ્ટારકિડ્સ બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી પોતાની નવી ફિલ્મ "મલાલ" દર્શકો માટે લઇને આવી રહ્યા છે. આ ફિલ્મ થકી બે સ્ટારકિડ્સ શર્મિન સહગલ તથા જાવેદ જાફરીના પુત્ર મીજાન બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. મેકર્સ દ્વારા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
ફાઇલ ફોટો
3 મિનિટ 4 સેકન્ડનું આ ટ્રેલર ખૂબ જ શાનદાર તથા રોમાન્ટિક છે. જેમાં મીજાન મુંબઇમાં રહેવાવાળા એક ટપોરીના પાત્રમાં જોવા મળશે, તો શરમિન સહેગલ ચાલમાં રહેનાર એક શિક્ષિત છોકરીના પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં મીજાન મરાઠી છે, તો શરમિન નોન મરાઠી છે. પહેલા બન્ને એક બીજા સાથે લડે છે, જે બાદ બન્નેમાં પ્રેમ થઇ જાય છે. આ ફિલ્મ 28 જૂન 2019ના રોજ રિલીઝ થશે.