મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે ભારતીય સિનેમા અને થિયેટરના એકટર ડૉ. શ્રીરામ લાગુના નામ પર એક એવૉડની જાહેરાત કરી છે. જેને ધ નટસમ્રાટ શ્રીરામ લાગુ એવોર્ડ તરીકે ઓળખવામાં આવશે. આ એવૉર્ડ મરાઠી થિયેટરમાં ઉમદા કાર્ય કરનારાઓને આપવામાં આવશે. સાંસ્કૃતિક કાર્ય વિભાગ દર વર્ષ સાંસ્કૃતિક ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનારને 12 વિભિન્ન શ્રેણીમાં મહત્વપૂર્ણ કાર્ય માટે 12 એવોર્ડ આપશે.
શ્રીરામ લાગુના નામ પર મહારાષ્ટ્ર સરકાર એવૉર્ડ આપશે, જાણો શું નામ રાખ્યું?
ભારતીય સિનેમા અને થિયેટરના અભિનેતા ડૉ.શ્રીરામ લાગુના નામ પર મહારાષ્ટ્ર સરકારે એક એવૉડની જાહેરાત કરી છે. જેને ધ નટસમ્રાટ શ્રીરામ લાગુ એવોર્ડ તરીકે ઓળખવામાં આવશે.
27 ફેબ્રુઆરી, 2020એ મહારાષ્ટ્ર સરકારે આખરે સુપ્રસિદ્ધ અભિનેતાના નામ પર એવૉર્ડ આપવાનો નિર્ણય કર્યો હતો. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ. લાગુના નિધન પર દુ:ખ વ્યકત કર્યું હતું. શ્રી રામ લાગુએ ફિલ્મો ઉપરાંત 20 મરાઠી નાટકોનું નિર્દશન પણ કર્યું હતું. તેમણે હિન્દી અને મરાઠી સિનેમાની આશરે 60 ફિલ્મોમાં અલગ અલગ ભૂમિકા ભજવી હતી. 1990 પછી તે પડદા પર બહુ ઓછા દેખાયા હતા, પરંતુ થિયેટરમાં તેઓ સક્રિય હતાં.
ડૉ. લાગુ પ્રસિદ્ધ નાટક નટ સમ્રાટના પહેલા હીરો હતા. આ નાટકને પ્રસિદ્ધ લેખક કુસુમાગ્રજે લખ્યું હતું. આ નાટકમાં તેના અભિનયને આજે પણ યાદ કરવામાં આવે છે. આ નાટકમાં તેમણે અપ્પાસાહેબ બેલવલકરની ભૂમિકા ભજવી હતી. આ નાટકમાં શાનદાર અભિનય કરીને તેઓ નટસમ્રાટ તરીકે જાણીતા બન્યા હતા. નસરૂદ્દીન શાહે એક વખત કહ્યું હતું કે, શ્રી રામ લાગુની આત્મકથા 'લમાણ' કોઇપણ અભિનેતા માટે બાઇબલ જેવું છે. આ માટે પુરસ્કારનું નામ નટસમ્રાટ રાખવામાં આવ્યું છે.