ચૈન્નઇઃ કમલ હાસનની મોસ્ટ એવેટેડ ફિલ્મ 'ઇન્ડિયન 2' વિશે હાલમાં જ મળતી માહિતી મુજબ નિર્માતા તેને 2 ભાગોમાં રિલીઝ કરવાના હતા,પરંતુ ફિલ્મ કંપની લાઇકા પ્રોડક્શન જે આ ફિલ્મની મહત્વની નિર્માતા છે, તેમણે સ્પષ્ટતા કરી કે, એવું કંઇ થવાનું નથી.
પ્રોડક્શન કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, છેલ્લા થોડા દિવસોથી ફિલ્મને લઇને ઘણી અફવાઓ સામે આવી રહી છે અને અમે તેને લઇને ખૂબ જ પરેશાન છીએ. ફિલ્મને બે ભાગોમાં રિલીઝ કરવામાં આવશે નહીં, જેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું હતું. એડિટિંગનું કામ ખૂબ જ તેજીથી આગળ વધી રહ્યું છે અને આશા છે કે, લોકડાઉન બાદ શૂટિંગ ફરીથી શરુ થશે.