મુંબઈ: બૉલીવુડ અભિનેતા કાર્તિક આર્યન અને 'સિમ્બા' અભિનેત્રી સારા અલી ખાન પોતાની આવનારી ફિલ્મ 'લવ આજ કલ-2'માં પોતાના જોરદાર કેમિસ્ટ્રીથી ખુબ ધમાલ મચાવવાના છે.
હવે ફિલ્મનું પ્રથમ ગીત પણ રિલીઝ થઇ ગયું છે. જેનું ટાઈટલ 'શાયદ' છે. આ ગીતને પ્રીતમે કમ્પોઝ કર્યું છે. લિરીક્સ ઈરશાદ કામિલના છે અને અવાજ અરજીત સિંહનો છે.
ગીતમાં સારા અને કાર્તિકની પ્રેમાળ નોક-ઝોક જોવા મળી રહી છે.
ગયા દિવસોમાં ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઇ ગયું છે. જેણે સારા અને કાર્તિકને એક સાથે જોવા માટે ફેન્સના ઉત્સાહમાં વધારો કર્યો છે. ટ્રેલર અંગે ફેન્સના સારા રિસ્પૉન્સ આવી રહ્યા છે.
સારા અલી ખાન અને કાર્તિક આર્યનની કેમિસ્ટ્રીએ ટ્રેલરમાં ખૂબ ધમાલ મચાવી છે.
ફિલ્મ આ વર્ષે વેલેન્ટાઈન્સ ડે ના દિવસે રિલીઝ થઇ શકે છે. ફેન્સને ફિલ્મને વધાવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં સારા અને કાર્તિક સાથે અભિનેતા રણદીપ હુડ્ડા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
રોમાન્ટિક ડ્રામા આધારિત આ ફિલ્મને ઈમ્તિયાઝ અલીના ડાયરેક્શનમાં તૈયાર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સારા અને કાર્તિકની આ ફિલ્મ દીપિકા પાદુકોણ અને સૈફ અલી ખાનની 'લવ આજકલ'ની સીક્વલ છે.
વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, કાર્તિક આર્યન 'લવ આજ કલ-2' ઉપરાંત 'દોસ્તાના-2' અને 'ભૂલ ભુલૈયા-2'માં પણ જોવા મળશે. સાથે જ સારા અલી ખાન 'કુલી નં.1'માં વરૂણ ધવન સાથે જોવા મળશે.