મુંબઈઃ બૉલીવુડનું માન સન્માન ગણાતા ઋષિ કપૂરે આજે દુનિયાને અલવિદા કહી દીધું છે. ગુરૂવારે સવારે તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસસ લીધાં હતા. આ સમાચાર સાંભળતા આખું બોલીવુડ ગમગીન છે. દિગ્ગજ અભિનેત્રી લતા મંગેશકરે ઋષિ કપૂરનો બાળપણનો ફોટો શેર કરી દુઃખ વ્યક્ત કર્યુ છે.
લતા મંગેશકરે તેમની સાથે ઋષિ કપુરનો બાળપણનો એક ફોટો શેર કર્યો છે. જેમાં લતાજીએ નાના ઋષિ કપૂરને ખોળામાં તેડ્યા છે. લતાજીએ ફોટો કેપ્શનમાં લખ્યું કે, ' થોડા સમય પહેલા ઋષિદીએ મને તેમની અને મારી આ તસવીર મોકલી હતી. તે દિવસો અને તે સમય યાદ આવી રહ્યો છે. હું શબ્દહિન બની ગઈ છું.'
લતાજીએ દુઃખ વ્યકત કરતાં લખ્યું કે, 'શું કહું..? શં લખું...કંઈ ખબર જ નથી પડતી. ઋષિજીના નિધનથી મને ખુબ જ દુઃખ થયું છે. તેમના નિધનથી બૉલીવુડમાં ખોટ વર્તાશે. આ દુઃખ સહન કરવું મારા માટે ખુબ જ મુશ્કેલ છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.'
લતા મંગેશકરે શેર કરેલી આ તસવીર સોશિયલ મીડિયમાં ખુબ વાઈરલ થઈ રહી છે. આ સાથે જ આ ફોટો બધાની આંખો ભીની કરી જાય છે.
આપને જણાવીએ કે વર્ષ 2018માં ઋષિ કપૂરને જાણ થઈ હતી કે તેમને કેન્સર છે. ત્યાર બાદ તે લગભગ એક વર્ષ સુધી કેન્સરની સારવાર માટે ન્યુયોર્કમાં રહ્યાં હતાં. જો કે, સારવાર લઈ સાજા થઈ 2019માં તે ભારત પરત ફર્યા હતા.