હૈદરાબાદ:કોકિલ કંઠી લતા મંગેશકરના નિધન (Lata Mangeshkar Passed Away) પર એક તરફ આખો દેશ આંસુ વહાવી રહ્યો છે, તો બીજી તરફ મલાઈકા અરોરાએ રવિવારે સોશિયલ મીડિયા (Social Media) પર એક એવું કૃત્ય કર્યું છે, જેના કારણે તે ટ્રોલ થઇ છે. મલાઈકાએ 6 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર એક બોલ્ડ તસવીર (Malaika Bold Photot) શેર કરી છે, જેના પર યુઝર્સ હવે તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
મલાઈકાની તસવીર પર અર્જુન કપૂરે કરી કોમેન્ટ
લતાજીના નિધન પર બોલિવૂડ જગત સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. અક્ષય કુમારથી લઈને આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન સુધી, ઘણા સેલેબ્સે તેમને શ્રદ્ધાંજલિ આપી છે, પરંતુ મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક બોલ્ડ તસવીર શેર કરીને મુશ્કેલીનો સામનો કરવા પડ્યો છે. યૂઝર્સની નજર જ્યારે આ તસવીર પર પડી તો તેઓએ તેમને ઘેરવાનું શરૂ કરી દીધું હતું. જણાવીએ કે, મલાઈકાની આ તસવીર પર બોયફ્રેન્ડ અર્જુન કપૂરે પણ કોમેન્ટ કરી છે.
આ પણ વાંચો:લતા મંગેશકરના નિધન પર અક્ષય અને ટાઈગરની ફિલ્મ વિશે કરાઈ મોટી જાહેરાત