- અભિનેત્રી લક્ષ્મી માંચુ કોરોના કાળમાં મદદ માટે આગળ આવી
- તેમનું NGO 1000 બાળકોની લેશે જવાબદારી
- હોસ્પિટલમાં ભોજનુ કરવામાં આવ્યું હતુ વિતરણ
હૈદરાબાદ: અભિનેત્રી લક્ષ્મી માંચુ કોરોનાકાળ દરમિયાન માતાપિતા ગુમાવનારા બાળકોની મદદ માટે આગળ આવી છે. તેમની એનજીઓ ટેક ફોર ચેન્જ આવા 1000 બાળકોને મદદ કરશે. તેની ટીમ આ કામમાં લાગી ગઈ છે. તેમના અધ્યયનની સુવિધા, જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવશે.
લોકોની મદદ કરુ છું
લક્ષ્મી કહે છે, વ્યક્તિગત રૂપે હું શક્ય તેટલું લોકોને મદદ કરવાનો પ્રયાસ કરું છું. હું તેમના માટે દવાઓ અથવા હોસ્પિટલમાં બેડ શોધવાનો પ્રયાસ કરું છું. કોવિડની અસર તે લોકો માટે વધુ ભયાનક છે જેણે પોતાને ગુમાવ્યાં છે.
આ પણ વાંચો : જરૂરિયાતમંદ પરિવારોને 7 ટન શાકભાજી વહેંચતું મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન