ગુજરાત

gujarat

By

Published : May 17, 2020, 2:12 PM IST

ETV Bharat / sitara

ડેટિંગના સમાચારની વચ્ચે કૈટરીના કૈફે વિક્કી કૌશલને આ અંદાજમાં પાઠવી જન્મદિનની શુભેચ્છા

કૈટરીના અને વિક્કીએ કોઇ પણ ફિલ્મમાં સાથે કામ કર્યું નથી, પરંતુ ઓફસ્ક્રીન જરુર બંનેની કેમેસ્ટ્રી જોવા મળે છે.

Etv Bharat, Gujarati News, Katrina Kaif's Uri-inspired birthday wish for Vicky Kaushal is too cute
Katrina Kaif's Uri-inspired birthday wish for Vicky Kaushal is too cute

મુંબઇઃ ફિલ્મ રાઝી સ્ટાર એક્ટર વિક્કી કૌશલે 16મેના દિવસે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ અવસર પર તેમને બૉલિવૂડ તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો હતો, તેની વચ્ચે કૈટરીનાએ પણ ખાસ અંદાજમાં બર્થ ડે વિશ કર્યું હતું.

એક્ટ્રેસ કૈટરીના કૈફ અને વિક્કી કૌશલના એફેરના સમાચારની વચ્ચે કૈટરીનાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો સ્ટોરી શેર કરી છે, જેમાં તે વિશ કરી રહી છે અને વિક્કી કૌશલનો જોશ હંમેશા હાઇ રહે તેમ જણાવી રહી છે.

કૈટરીના કૈફે એક એનિમેટેડ વીડિયો પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યો હતો. જેમાં વિક્કી કૌશલ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકવાળા કેરેક્ટરમાં છે. કૈટરીનાએ લખ્યું કે, આ જોશ હંમેશા હાઇ રહે, હેપી બર્થ ડે...

જે બાદ વિક્કી રોકેટની જેમ ઉડી જાય છે. વિક્કી જરુરથી આ સ્પેશિયલ વિશ જોઇને ખુશ થયા હશે.

વધુમાં જણાવીએ બંને સ્ટાર્સ ઘણી વાર સાથે જોવા મળે છે. બંને કોઇ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી પરંતુ ઓફ સ્ક્રીન બંનેની કેમેસ્ટ્રી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તો બંનેને મિસ્ટર એન્ડ મિસિઝ કૌશલ બોલાવે છે. આ ઉપરાંત બંને સ્ટાર્સ ઝી સિને ઍવોર્ડ્સમાં પણ સાથે જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details