ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Happy Birthday SRK: શાહરૂખ ખાનના જન્મદિવસ પર બૉલિવુડ સિતારાઓએ આ રીતે આપી શુભકામનાઓ... - Happy Birthday SRK

દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાન આજે પોતાનો 55મો જન્મદિવસ મનાવી રહ્યા છે. માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ જ ચાહક વર્ગ રહેલો છે.

Happy Birthday SRK:
Happy Birthday SRK:

By

Published : Nov 2, 2020, 5:38 PM IST

  • કિંગ ખાન આજે ઉજવી રહ્યા છે પોતાનો 55મો જન્મદિન
  • દેશ વિદેશમાંથી મળી રહી છે શુભકામનાઓ
  • ટીવીથી લઈને ફિલ્મજગત સુધીના સેલેબ્સ સોશિયલ મીડિયો થકી પાઠવી રહ્યા છે અભિનંદન

નવી દિલ્હીઃ કિંગ ઓફ કિંગ્સ, કિંગ ઓફ રોમાંસ જેવા બિરૂદ મેળવેલા બોલિવુડના અભિનેતા શાહરૂખ ખાન આજે પોતાનો 55મોં જન્મદિવસ ઉજવી રહ્યા છે. દેશમાં જ નહીં વિદેશમાં પણ તેમના જબરદસ્ત ચાહક છે. ટીવીથી અભિનયની દુનિયામાં પગ મૂકીને ફિલ્મોમાં સફળતા હાંસલ કરનાર SRK બૉલિવુડના કિંગ કહેવાય છે. તેમના જન્મદિવસના વિશેષ પ્રસંગે ટીવીથી લઈને ફિલ્મજગત સુધીના સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.

પ્રખ્યાત હાસ્ય કલાકાર કપિલ શર્માએ SRKને તેના જન્મદિવસ પર અભિનંદન આપ્યા હતા.

દક્ષિણના સુપરસ્ટાર મહેશ બાબુએ શાહરૂખ ખાનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

કરિના કપૂર ખાને શાહરૂખ ખાન સાથેનો ફોટો શેર કરી જન્મદિવસના અભિનંદન પાઠવ્યા હતા.

અમીષા પટેલે શાહરુખ ખાનને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, SRK તેના બૉલીવુડના પ્રથમ ક્રશ રહ્યા છે.

રિતેશ દેશમુખએ શાહરૂખ અને જેનેલિયા સાથેનો ફોટો શેર કરતા તેમણે કહ્યું કે, આ તસ્વીર બધું જ કહે છે. હૈપ્પી બર્થડે ડિયર શાહરૂખ ખાન. #HappyBirthdaySRK #HappyBirthdayShahRukhkhan

જૂહી ચાવલા અનોખી રીતે કિંગખાનનો જન્મદિવસ ઉજવશે, અભિનેત્રી આજના દિવસે 500 છોડ રોપશે

ક્રિકેટર હરભજન સિંહએ લખ્યું કે શાહરૂખ હંમેશા પ્રેરિત કરે છે. થોડા દિવસ અગાઉ જ તેમની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જોઈ હતી. "ખુશ રહો, તંદુરસ્ત રહો, આજ દુઆ છે આપના માટે".

ફિલ્મમેકર ફરાહ ખાને લખ્યુ કે, "હેપ્પી બર્થડે SRK. સૌથી મૂલ્યવાન વસ્તુ જૂના મિત્ર છે."

અભિનેત્રી દિવ્યા દત્તાએ SRKના જન્મદિન પર લખ્યુ, "મોસ્ટ ચાર્મિંગ કો-એક્ટરને જન્મદિનની હાર્દિક શુભકામના. #shahrukhkhan."

સાઉથના પ્રખ્યાત અભિનેતા આર માધવને શાહરૂખ સાથેનો ફોટો શેર કરી લખ્યું કે, "સૌથી શાનદાર વ્યક્તિને જન્મદિવસની શુભકામના. આ વર્ષ આપને ખુબ તરક્કી આપે. ખુબ સારો પ્રેમ."

શાહરૂખ ખાનના જન્મદિન પર પુત્રી સુહાનાએ શેર કરી આ થ્રોબેક ફોટો, પિતા માટે લખી આ ખાસ વાત

ટીવી અભિનેતા કરણવીર બોહરાએ SRKને કર્યું વિશ

ટીવી અભિનેત્રી ગુરમીત ચૌધરીએ SRK સાથેનો ફોટો શેર કર્યો

બૉલીવુડના પ્રખ્યાત સિંગર અમાલ મલિકે શાહરૂખ ખાનનો ફોટો શેર કરી સ્પેશિયલ મેસેજ લખ્યો.

Happy Birthday SRK:

ABOUT THE AUTHOR

...view details