મુંબઇ: બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અભિનીત ફિલ્મ 'રાઝી'ના રિલીઝને આજે બે વર્ષ પૂરા થયા છે.
આ પ્રસંગે નિર્માતા કરણ જોહરે સોશિયલ મીડિયાની મદદથી આ ફિલ્મના બે વર્ષ પૂરા થવા પર ઉજવણી કરી હતી.
મુંબઇ: બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અભિનીત ફિલ્મ 'રાઝી'ના રિલીઝને આજે બે વર્ષ પૂરા થયા છે.
આ પ્રસંગે નિર્માતા કરણ જોહરે સોશિયલ મીડિયાની મદદથી આ ફિલ્મના બે વર્ષ પૂરા થવા પર ઉજવણી કરી હતી.
47 વર્ષીય ફિલ્મ નિર્માતાએ તેના ટ્વિટર હેન્ડલ પર એક મોશન પોસ્ટર શેર કર્યું છે, જેમાં આ ફિલ્મના દ્રશ્યો સામેલ છે. વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં ફિલ્મ 'એ વતન'નું એક ગીત વગાડ્યું છે, જેને સુનિધિ ચૌહાણે ગાયું છે.
વીડિયોની સાથે કરણે કેપ્શનમાં લખ્યું છે કે, "આ અવિશ્વસનીય સાચી વાર્તાની ઉજવણી, સખત મહેનત પાછળની મજબૂત ટીમ અને ઘણા લોકોની ગુંજતી ભાવનાઓ !!"
આલિયા અને વિકીએ આ ફિલ્મમાં પહેલીવાર સાથે કામ કર્યું હતું. ફિલ્મે બૉફિસ ઑફિસ પર આશરે 207 કરોડની કમાણી કરી હતી.