લખનઉઃ બૉલિવૂડ સિંગર કનિકા કપૂર ગત દિવસોમાં કોરોનાનો શિકાર બની હતી. તે દરમિયાન તેની સારવાર પીજીઆઈમાં ચાલી હતી. જોકે, હવે તે કોરોનામુક્ત થઈ સ્વસ્થ છે. ઘરે પરત ફર્યા બાદ કનિકા કોરોના વાઈરસથી પીડાતા લોકોને મદદ કરવા માગે છે. તેથી તે કેજીએમયુમાંં પોતાનો પ્લાઝ્મા દાન કરશે તેવી વાત સામે આવી છે.
કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કનિકા કપૂર પોતાનું પ્લાઝમાં કરશે ડોનેટ
સિંગર કનિકા કપૂર કોરોનાને માત આપી ઘરે પરત ફરી છે. કનિકા કપૂરે કોરોના ગ્રસ્ત લોકોની મદદ કરવા હાથ લંબાવ્યો છે. તેમણે કહ્યું કે કોરોના દર્દીઓની સારવાર માટે તેનું પ્લાઝ્મા ડોનેટ કરશે.
ખરેખર કેજીએમયુએ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓને વધુ સારી સારવાર આપવા માટે અહીં પ્લાઝ્મા પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. ભૂતકાળમાં ઘણા બધા કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ કે જેઓ સ્વસ્થ છે અને કેજીએમયુમાંથી રજા આપવામાં આવી છે. તે સાજા થયેલા દર્દીઓએ પોતાનો પ્લાઝ્મા કેજીએમયુને દાન કરી દીધો છે. આ કડીમાં પ્રખ્યાત ગાયિકા કનિકા કપૂરનું નામ પણ જોડવામાં આવ્યું છે.
આ સંદર્ભે કનિકા કપૂરે કેજીએમયુનો સંપર્ક સાધ્યો છે અને કહ્યું છે કે તે પ્લાઝ્મા દાન કરશે. આ અંગે કેજીએમયુના કુલપતિ પ્રોફેસર એમ.એલ.બી. ભટ્ટ સાથે વાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે, તેમને કેટલાક માધ્યમથી કનિકા કપૂરના પ્લાઝ્મા દાન વિશે માહિતી મળી છે.