- કંગનાએ શેર કરેલો ફોટો પ્રખ્યાત રસોઇયા દ્વારા શેર કરેલી રેસીપી અને ફોટો સમાન
- જાતે બનાવેલા ખોરાક કરતાં કંઈ પણ બીજું સારું નથી: કંગના રાનૌત
- કંગનાએ ગુરુવારે સવારે આ ફોટો તેની વેનિટી વાનમાં ક્લિક કર્યો
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનૌત ગુરુવારે ફરી એકવાર ટ્રોલ થઈ છે. કંગનાએ શેર કરેલો આ ફોટો પ્રખ્યાત રસોઇયા દ્વારા શેર કરેલી રેસીપી અને ફોટો સમાન છે. ટ્રોલ થયા બાદ કંગનાએ ટ્રોલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેણે ગુરુવારે સવારે આ ફોટો તેની વેનિટી વાનમાં ક્લિક કર્યો.
પ્રખ્યાત રસોઇયાએ પહેલા જ ફોટો શેર કર્યો
ગુરુવારે સવારે કંગનાએ સ્મૃદીની તસવીર શેર કરતાં લખ્યું કે, 'જાતે બનાવેલા ખોરાક કરતાં કંઈ પણ બીજું સારું નથી. ઉનાળા માટે ઓર્ગેનિક મધ, ડ્રાયફ્રૂટ અને ફળોમાંથી બનાવવામાં આવેલી આ ખાસ સ્મૂદીની આ મારી પોતાની રેસીપી છે, જે હું આજે નાસ્તામાં લઈ રહી છું. આ ટ્વીટના આવ્યાં પછી તેની ટિપ્પણીમાં ફોટાઓનો ફફડાટ ફેલાયો હતો, જે ગુગલ પર ઉપલબ્ધ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એક પ્રખ્યાત રસોઇયો પહેલાથી જ આ સ્મૂદીનો ફોટો અને રેસીપી શેર કરી ચૂક્યો છે.