ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કંગના રનૌતે રવિના ટંડનની આડે કેટરિના પર કર્યો પ્રહાર કહ્યું.... - શો 'લોક અપ'

બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી રવિના ટંડન 'લોક અપ' શોમાં (Lock Up Show) ખાસ મહેમાન તરીકે એન્ટ્રી કરી હતી. આ દરમિયાન તેને ગીત ટીપ ટીપ બરસા પાનીના રિમિક્સ વિશે કોમેન્ટ (Kangana Ranaut comment On Tip tip barsa Remix Song) કરી સીધો કૈટરીના પર નિશાનો સાધ્યો હતો.

કંગના રનૌતે રવિના ટંડનની આડે કેટરિના પર કર્યો પ્રહાર કહ્યું....
કંગના રનૌતે રવિના ટંડનની આડે કેટરિના પર કર્યો પ્રહાર કહ્યું....

By

Published : Feb 28, 2022, 5:37 PM IST

મુંબઈઃબોલિવૂડ સ્ટાર કંગના રનૌતે (Kangana Ranaut comment On Tip tip barsa Remix Song) રવિવારે રાત્રે રિયાલિટી શો 'લોક અપ' (Lock Up Show)ની હોસ્ટ તરીકે ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું. શોના લોન્ચિંગ દરમિયાન નિવેદનમાં કહ્યું કે, મને ખુશી છે કે મારું ડિજિટલ ડેબ્યૂ (kangana Ranaut Degital Debue) બે અગ્રણી OTT પ્લેટફોર્મ, ALTBalaji અને MX Player પર એક અનોખા અને રસપ્રદ કોન્સેપ્ટ સાથે થઈ રહ્યું છે. લોકપ્રિય બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન પણ આ શોમાં ખાસ મહેમાન તરીકે હાજર રહી હતી.

લૉક અપ' શોમાં 13 લોકપ્રિય સેલિબ્રિટી

'લૉક અપ' શોમાં 13 લોકપ્રિય સેલિબ્રિટી સ્પર્ધકો (Lock Up Show Contenstant) કંગના રનૌતની જેલમાં 72 દિવસ સુધી બંધ રહેશે. આ દરમિયાન તેની તમામ સુવિધાઓ છીનવી લેવામાં આવશે. કેદીઓમાં નિશા રાવલ, મુનવ્વર ફારૂકી, પૂનમ પાંડે, કરણવીર બોહરા અને બબીતા ​​ફોગટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:Sara ali Khan in Morbi: ફિલ્મના શૂટિંગ માટે સારાઅલી ખાન સહિતની સ્ટારકાસ્ટ પહોંચી મોરબી, જુઓ પહેલી ઝલક

લોક અપ' દરેકના હોશ ઉડાવી દેશે

કંગના રણૌતે કહ્યું કે, દર્શકો મારી જેલમાં 13 વિવાદાસ્પદ હસ્તીઓના જીવનને બદલતા જોશે, જ્યાં તે ખતરનાક ખેલ ખેલશે. આ શો વિશે એકતા કપૂરે કહ્યું કે, પ્રતિભાશાળી અને ગતિશીલ કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવેલો ભારતનો સૌથી મોટો રિયાલિટી શો 'લોક અપ' દરેકના હોશ ઉડાવી દેશે. 'લોક અપ' મોટા પાયે મંચન કરવામાં આવ્યું છે.

કંગનાના આ કટાક્ષ અંગે રવિનાએ આપ્યો જવાબ

તમને જણાવી દઈએ કે, રવિના ટંડનના વખાણ કરતા કંગના રનૌતે કહ્યું, 'કોઈ તમારા ગીત ટીપ ટીપ બરસા પાનીને ગમે તેટલું રિમિક્સ કરે, તમારી સામે પાણી ઓછું ચા છે'. કંગના રનૌતનો આ નિશાન સીધો કેટરીના કૈફ પર હતો. તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'સૂર્યવંશી'માં કેટરિના કૈફે ગીત ટિપ-ટિપ બરસા પાનીનું રિમિક્સ ફિલ્માવવામાં આવ્યું હતું. આ કંગના આ વાર પર રવિના ટંડને પણ કંગના રનૌતના વખાણ કર્યા અને કહ્યું, 'શબ્દો દ્વારા થપ્પડ મારવાની સ્ટાઈલ ફક્ત કંગના જ કરી શકે છે'. એન્ડેમોલ શાઈન ઈન્ડિયા દ્વારા નિર્મિત, 'લોક અપ' દરરોજ રાત્રે 10.30 વાગ્યાથી Alt બાલાજી અને MX પ્લેયર પર સ્ટ્રીમ થશે.

આ પણ વાંચો:Dhakad New Release date: કંગના રનૌતે ધાકડની રિલીઝ ડેટ કરી જાહેર કહ્યુ...

ABOUT THE AUTHOR

...view details