- ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે રાજનાથ સિંઘ સાથે કરી મુલાકાત
- આગામી ફિલ્મ તેજસ સાથે જોડાયેલી પરવાનગી મેળવવા કરી મુલાકાત
- કંગના રણૌતે વાયુ સેના સાથે પણ ફિલ્મની સ્ટોરી શેર કરી હતી
મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સાથે રવિવારે મુલાકાત કરી હતી. પોતાની આવનારી ફિલ્મ "તેજસ"ની ટીમ સાથે કંગના રનૌત રક્ષા પ્રધાન રાજનાથ સિંહને મળવા પહોંચી હતી. કંગનાએ આ અંગે ટ્વિટ કરી લોકોને માહિતી આપી હતી.
રાજનાથ સિંઘના આશીર્વાદ લીધાઃ કંગના
મળતી માહિતી અનુસાર, ફિલ્મ તેજસથી જોડાયેલી પરવાનગી માટે કંગના રનૌતે દેશના રક્ષા પ્રધાન રાજનાથ સિંઘ સાથે મુલાકાત કરી છે. કંગનાએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, રક્ષા પ્રધાન રાજનાથ સિંઘના આશીર્વાદ લીધા અને તેજસની સ્ક્રિપ્ટ અંગે તેમને જણાવ્યું. વાયુસેના સાથે પણ આ સ્ટોરી શેર કરી હતી. અને જરૂરી અનુમતિ માગવામાં આવી હતી... જય હિન્દ..
તેજસમાં કંગના ફાઈટર પાયલટની ભૂમિકા ભજવશે
તમને જણાવી દઈએ કે, "તેજસ" ફિલ્મમાં કંગના રનૌત ફાઈટર પાયલટની ભૂમિકામાં જોવા મળશે. આ અંગે કંગના રનૌત રક્ષા પ્રધાન સાથે મુલાકાત કરી હતી.