મુંબઇઃ બૉલિવૂડના દિવંગત એક્ટર સુશાંત સિંહના પિતા કેકે સિંહે આજે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરૂદ્ધ FIR દાખલ કરી છે.
તેમણે રિયા પર એક્ટરની આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ પણ લગાવ્યો છે.
આ બધા વચ્ચે અભિનેત્રી કંગના રનૌતે સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહ તરફથી FIRમાં લખવામાં આવેલી વાતો સાથે જોડાયેલી એક વ્હોટ્સ ઍપ ચેટ સોશિયલ મીડિયા પર લીક કરવામાં આવી છે.
કંગનાએ વ્હોટ્સ ઍપ ચેટને લીક કરતા લખ્યું કે, આ સ્ટેટમેન્ટ સુશાંત સિંહ રાજપૂતના પિતાનું છે. માફિયાએ તેને પાગલ જાહેર કર્યો અને રિયા તેને બ્લેકમેલ કરતી રહી હતી. વિચારો તે હજૂ પણ શું સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમને પાગલ અને તેમની મોતનો ફાયદો ઉઠાવવાના પ્રયત્નમાં છે.
કંગનાએ લખ્યું કે, વર્ષ 2019માં સુશાંતે કોઇ ફિલ્મ શૂટ કરી નથી. તેમને મૂવી માફિયાએ ફિલ્મોમાંથી બૉયકોટ કરવામાં આવ્યા છે. તેમના પિતાને આ વાત લખી છે કે, તે ફિલ્મો છોડીને ઓર્ગેનિક ફ્રામિંગ કરવા ઇચ્છતો હતો, એક પાવર હાઉસ એક્ટર ફાર્મિંગ શા માટે કરવા ઇચ્છે. જેણે પોતાની શાનદાર સાયન્સનું કરિયર એક્ટિંગ માટે?
કંગનાએ પોતાના ટ્વીટમાં આગળ લખ્યું કે, તેને મુવી માફિયાના બુલી થવા અને બેનથી બચવા માટે પોતાના ડરનો ઉપયોગ કર્યો. ખૂબ જ ખતરનાક સ્ટ્રગલને લીધે માનસિક દબાણ થવું સામાન્ય વાત છે. હૉલિવૂડમાં તો લોકો તેને ફ્લોન્ટ કરે છે. તેણે પોતાના કેમ્પેનનો સામનો કરવા કરતા મરવું શા માટે પસંદ કર્યું હતું.
એટલું જ નહીં કંગનાએ પ્રશ્ન ઉઠાવતા લખ્યું કે, સુશાંત સિંહ રાજપૂતના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા ગાયબ છે અને મહેશ ભટ્ટે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, રિયા ચક્રવર્તી તેને પોતાના ગુરૂ ગણતી હતી. કંગનાએ લખ્યું કે, આમાં ચોંકાવનારી વાત એ નથી કે, ફ્રોડગિરી શીખવામાં આવતી નથી ટ્રાન્સમિટ કરવામાં આવે છે.
વધુમાં જણાવીએ તો આ મામલે શરૂઆતથી જ કંગના પોતાના વિચારો સામે રાખતી આવી છે. તેમણે નેપોટિઝમના મુદ્દા પર પણ ખુલ્લીને વાત કરી હતી.