ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કંગના રનૌત મનાલીમાં માણી રહી છે ઠંડીની મજા - latest news bollywood news

મુંબઈઃ અભિનેત્રી કંગના રનૌત તેની આગામી ફિલ્મ ‘પંગા’નું ટ્રેલર સોશિયલ મીડિયા પર બાદ તે હાલ રજાઓ માણી રહી છે. પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢી તે પોતાના હૉમ ટાઉન મનાલીમાં પરિવાર સાથે ઠંડીનો આનંદ માણી રહી છે. જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

કંગના રનૌત
કંગના રનૌત

By

Published : Dec 29, 2019, 11:50 AM IST

બૉલીવુડ ક્વીન કંગનાની બહેન રંગોલી ચંદેલે પોતાના ઈન્સટાગ્રામ પર એક તસવીર શેયર કરી છે. જેમાં તે પહાડી શહેરમાં ઠંડીની રજા વિશે તેના ચાહકોને જણાવી રહી છે.

રંગોલીએ તસવીરની કેપ્શનમાં લખ્યું હતું કે, ‘હિમાલય ખૂબ જ સુંદર છે. પહાડીની સુંદરતાની વાત જ અલગ છે.’

બીજી તસવીરમાં કંગના બરફ સાથે મસ્તી કરતાં જોવા મળી રહી છે. જેનો એક વીડિયો પણ તેના ઓફીશિયલ સોશિયલ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જેના કેપ્શનમાં ‘આઈસ બેબી’ લખ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી ફિલ્મ ‘પંગા’નું ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે અને ફિલ્મ 24 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details