અમિતાભ બચ્ચન સ્ટારર સોશિયલ કોમેડી ડ્રામા ફિલ્મ 'ઝુંડ' નું ફર્સ્ટ લુર પોસ્ટર રિલીઝ થયું છે. ફિલ્મના પોસ્ટરમાં કસ્બાનુમા ઘરો સામે બનેલ વીરાન જગ્યા જોવા મળે છે. પોસ્ટરને ઝીણવટપુર્વક સાથે જોઈએ તો એક વિરાન દિવાલ જોવા મળે છે, જેની પાસ એક બોલ નજરે ચડે છે.
અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ 'ઝુંડ'નું પોસ્ટર રિલીઝ - ફિલ્મ ઝુંડ
મુંબઈઃ અમિતાભ બચ્ચન સ્ટારર સોશિયલ કોમેડી ડ્રામા ફિલ્મ 'ઝુંડ' નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થયું છે. ફિલ્મનું ટીઝર મંગળવારે રિલીઝ થશે.
bollywood
પોસ્ટરમાં અમિતાભ પીઠ દેખાડતા સ્પોર્ટસ અથવા જોગિંગ ડ્રેસ જેવું કઈંક પહેર્યુ છે. અમિતાભની પીઠ પર ફિલ્મનું ટાઈટલ 'ઝુંડ' લખેલું છે. આ જોઈને લાગી રહ્યું છે કે ફિલ્મમાં અમિતાભની ભુમિકા એક સ્પોર્ટસ મેનની હોય શકે છે.
ફિલ્મમાં પહેલી વાર સુપરહિટ મરાઠી ફિલ્મ 'સૈરાટ' ના નિર્દેશક અને મહાનાયક અમિતાભ બચ્ચનની વર્કિંગ કેમેસ્ટ્રી જોવા મળશે. આ સિવાય અમિતાભ બચ્ચન 'બ્રહ્માસ્ત્ર' અને 'ગુલાબો સિતાબો'માં પણ જોવા મળશે.