ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જેકલીનના ચાહકો માટે ખુશ ખબર, અભિનેત્રીની યુ ટ્યુબ ચેનલ પર તેની અંગત વાતો જાણી શકશો

મુંબઈ: ડિઝિટલ દુનિયામાં એક્ટિવ રેહનારી જેકલીન ફર્નાડિસે મંગળવારના રોજ પોતાની યુ ટ્યુબ ચેનલ લોન્ચ કરી છે. જેની જાણકારી તેણે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને આપી હતી. તેની યુ ટ્યૂબ ચેનલનું નામ 'દ ન્યૂ બિગનીંગ' છે. જેમાં તે ચાહકો સાથે પોતાના અંગત જીવનની વાતો શેર કરશે.

By

Published : Jul 24, 2019, 1:12 PM IST

અભિનેત્રી જેક્લિને પોતાની યૂટ્યુબ ચેનલ લોન્ચ કરી, ચાહકો સાથે પોતાના અંગત વાતો કરશે શેયર

અભિનેત્રીએ યુ ટ્યૂબ ચેનલ 'દ ન્યૂ બિગનીંગ'માં અપલોડ કરેલાં પહેલાં વીડિયોમાં તેણે ચાહકોને પોતાના અંગત જીવન વિશે વાત કરી હતી. જેમાં તેણે પોતાના પરિવારના, મોડલીંગના અને બોલીવૂડમાં શરૂઆતી દિવસો દરમિયાન આપેલાં ઓડિશનના વીડિયો મૂક્યાં હતાં. આમ, તેણે મોડલીંગ થી લઈ બોલીવૂડ સ્ટાર સુધીની સફર પોતાના ચાહકો સમક્ષ મૂકી હતી.

કોઈ અભિનેત્રી પોતાના અંગત જીવનની વાતો ચાહકો સમક્ષ મૂકતી હોય એવું પહેલીવાર બની રહ્યું છે. જેકલીને પોતાની યુટ્યૂબ ચેનલનું નામ 'દ ન્યૂ બિગનીંગ' આપ્યું છે. તેણે એક વીડિયો મૂક્યો છે, જેમાં તે કહે છે કે, "મારો કેમેરા સાથે કોઈ વિશેષ સંબંધ છે. મને પહેલાંથી જ કેમેરા સામે આવવું ઘણું પસંદ હતું. મારી આ પસંદને મારી કારર્કિદીમાં ઢાળવાનો શ્રેય મારા માતા-પિતાને જાય છે. માત્ર 21 વર્ષની ઉંમરે મિસ યુનિવર્સ બનાવાની તક મળી પણ જીતી શકી નહોતી. આ હારથી મારામાં સપના પૂરા કરવાનો આત્મવિશ્વાસ વધ્યો. હું મારા સપના પૂરા કરવા માટે મુંબઇ આવી હતી. આ એક અલગ કહાની છે,જેના વિશે હું તમને પછી કહીંશ."

વીડિયો પૂરો કરતી વખતે જેકલીને કહ્યું કે, "મારું જીવન કેમેરાથી ઘેરાયેલું છે. પણ આ અલગ છે. કારણ કે, આ કેમેરો મારો છે."

તમને જણાવી દઈએ કે, આ પહેલાં આલિયા ભટ્ટે પણ પોતાની યુ ટ્યૂબ ચેનલ 'Aliabe' લોન્ચ કરી હતી. આલિયા આ ચેનલ થકી પોતાની ફિલ્મોની પાછળના વીડિયો અને સેટ પર થતી મસ્તીઓના વીડિયો શેર કરતી હતી.

જેકલીનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, 2009માં જેકલીને સુજોય ઘોષની ફિલ્મ 'અલાદીન'થી બોલીવૂડમાં શરૂઆત કરી હતી. જેમાં અમિતાબ બચ્ચન અને રિતેશ દેશમુખે અભિનય કર્યો હતો. જેક્લીનની ટૂંક સમયમાં જ નેટફિ્લક્સની આગામી થ્રિલર 'મિસેજ સીરિયલ કિલર'માં જોવા મળશે.આ ફિલ્મ શિરિષ કંદરના નિર્દેશન હેઠળ અને ફિલ્મ નિર્માતા ફરાહખાનના નિર્માણ હેઠળ બની છે.

ABOUT THE AUTHOR

...view details