ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગના કરવાનું કહ્યું છે. અને દેશને પ્લાસ્ટિક ફ્રી બનાવવાની અપીલ કરી છે. આ અંગે બીજી ઓક્ટોબરથી પ્લાસ્ટિકના સિંગલ યૂઝ પર બૅન મૂકવામાં આવશે. વરુણ ધવને ટ્વિટર પર બોટલ્સની તસવીર શેર કરીને "કુલી નંબર 1"ના સેટને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે હની તથા જેકી ભગનાનીનો આભાર માન્યો હતો. હનીએ સામે જવાબ આપતાં ટ્વીટ કરી હતી, ‘અમારા લક્ષ્યાંકને પૂરું પાડવા બદલ આભાર.’
પ્લાસ્ટિક મુક્ત થયો કુલી નંબર-1નો સેટ, તસ્વીર થઇ વાઈરલ
મુંબઈઃ બોલિવૂડ એક્ટર વરુણ ધવન હાલમાં ફિલ્મ ‘કુલી નંબર 1’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં વરુણની સાથે સારા અલી ખાન જોવા મળશે. આ ફિલ્મને વાસુ ભગનાની પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન વાસુના સંતાનોએ એક નવતર વિચાર અમલમાં મૂકવાનો નિર્ણય લીધો હતો. તેમણે પર્યાવરણ બચાવો ઝુંબેશને સમર્થન આપવાનો નિર્ણય કર્યો હતો. જેકી તથા હનીએ ફિલ્મના સેટ પર સ્ટીલની બોટલનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. આ માટે તેણે ફિલ્મની કાસ્ટ તથા ક્રૂને સ્ટીલની બોટલ્સ આપી છે. વરૂણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ "કુલી નંબર 1"નું શૂટિંગ શરૂ થયા બાદથી ચર્ચામાં છે. ક્યારેક તેના લાઉડ પોસ્ટરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી તો ક્યારેક વરૂણ અને સારાના વીડિયોએ. પરંતુ હવે આ ફિલ્મ એક ખાસ કારણને લીધે ચર્ચામાં આવી ગઈ છે. જ્યાં થોડા દિવસ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લાસ્ટિક વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું તો હવે ફિલ્મની ટીમે પણ તેનું સમર્થન કર્યું છે. ફિલ્મ "કુલી નંબર 1"નો સેટ પ્લાસ્ટિક મુક્ત થઈ ગયો છે.
સૌ.ટ્વીટ
વરૂણે એક ફોટો શેર કર્યો છે. જેમાં તેના પિતા અને ફિલ્મના ડાયરેક્ટર ડેવિડ ધવનની સાથે ટીમના તમામ લોકો જોવા મળી રહ્યાં છે. આ તસવીરના કેપ્ટનમાં તેણે લખ્યું છે, '' થેંક્યૂ પ્લાસ્ટિક મુક્તનો સેટ બનવા માટે. હું મારા બધા સાથીઓને આમ કરવા માટે આગ્રહ કરુ છું. ડેવિડ ધવનના ડિરેક્શનમાં બનતી આ ફિલ્મ આવતા વર્ષે પહેલી મેના રોજ રિલીઝ થશે. હાલમાં જ આ ફિલ્મનું ફર્સ્ટ શિડ્યૂઅલ બેંગકોકમાં શૂટ કરવામાં આવ્યું હતું.