તેમણે આ વિચાર Zoom શૉ દરમિયાન વ્યક્ત કર્યો હતો. સાથે જ તેઓ પોતાની આગામી ફિલ્મ 'કબીર સિંહ'ની કો-સ્ટાર કિયારા આડવાણી સાથે જોવા મળ્યા હતા. શાહિદની કારકિર્દીને લઈને કિયારા આડવાણીએ જણાવ્યું કે, તેઓ 'શાનદાર'ના પ્રશંસક નથી.
પોતાની કારકિર્દીમાંથી 'શાનદાર' ફિલ્મને બાદ કરવા માગું છું : શાહિદ કપૂર
મુંબઈ: બોલિવુડ અભિનેતા શાહિદ કપૂર Zoomના શૉ 'બાય ઈન્વાઈટ ઓનલી'માં જોવા મળ્યા હતા. આ શૉ દરમિયાન તેમણે એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, તેમણે કેટલીક ખુબ જ નબળી કક્ષાની ફિલ્મ કરી છે. જો તેઓ તેમની કારકિર્દીમાંથી કંઈક બાદ કરવાનું હોત તો શાહિદ 'શાનદાર' ફિલ્મને પોતાની કારકિર્દીમાંથી બાદ કરવાનું ઈચ્છી રહ્યાં છે.
શાહિદે કિયારાની વાત સાથે સહમત થતા જણાવ્યું કે, જો મારાથી થઈ શકતું હોત તો હું 'શાનદાર'ને પોતાની કારકિર્દીમાંથી બાદ કરી નાખત. તેમની પેઢીના કોઈપણ કલાકાર આ દાવો ન કરી શકે કે, એક ખરાબ ફિલ્મ એ કારણથી સારું પ્રદર્શન ન કરી શકી, કેમ કે તેઓ તે ફિલ્મમાં હતા. મને લાગે છે કે મારા ચાહકો મારા પ્રત્યે ઘણા વફાદાર છે અને પોતાના જીવનના બધા દિવસોમાં હું તેમનો આભાર માનું છું. મેં કેટલીક ખુબ જ નબળી ફિલ્મ કરી છે.
વર્ષ 2015માં આવેલી ફિલ્મ 'શાનદાર'એ બૉક્સઓફિસ પર કંઈ ખાસ પ્રદર્શન મળ્યું ન હતું. જોકે તેમાં શાહિદ સિવાય પંકજ કપૂર તેમજ આલિયા ભટ્ટ જેવા કલાકાર પણ હતા.