મુંબઇ: વિચારો કે જો તમને 2,000 રૂપિયાની નોટોથી ભરેલી બેગ મળશે તો શું થશે. તે સાંભળવું ઉત્તેજક લાગે છે, પરંતુ અભિનેત્રી રસિકા દુગલ કહે છે કે, જો આવું ક્યારેય તેની સાથે થાય, તો તેની પ્રથમ પ્રતિક્રિયા પહેલા શંકાસ્પદ હશે અને પછી આનંદ થશે.
નોંધપાત્ર વાત એ છે કે, આ વિચાર અભિનેત્રીની આગામી ફિલ્મ લૂટકેસનો છે, જેમાં ફિલ્મના મુખ્ય અભિનેતાને પૈસા ભરેલી બેગ મળે છે.
ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું, જેમાં અભિનેતા કૃણાલ ખેમુને મધ્યમ વર્ગના માણસ તરીકે બતાવવામાં આવ્યો છે. તેને 2000 રૂપિયાની નોટોથી ભરેલી સૂટકેસ મળે છે, જેનાથી તે ખૂબ જ ખુશ થાય છે. આ ફિલ્મમાં રસિકા મધ્યમવર્ગીય ગૃહિણી લતાની ભૂમિકામાં છે.
અભિનેત્રીએ ખૂલાસો કર્યો કે, જો વાસ્તવિક જીવનમાં તેની સાથે કંઇક આવું થાય તો તેણીની પ્રતિક્રિયા શું હશે તે અંગે જણાવ્યું કે, "તે આનંદની વાત હશે અને ફિલ્મનો લતા જેવો જ પ્રતિસાદ મળશે, કેમ કે તે ખૂબ પ્રામાણિક છે અને ભગવાનથી ખૂબ ડરે છે. જો કે, આવા લોકો પ્રથમ શંકા કરતા હોય છે. "
તેમણે આગળ ઉમેર્યું, "જોકે હું લતાની જેમ પ્રામાણિક અને ભગવાનથી ડરવા વાળી નથી, પણ તેમ છતાં મારી પ્રતિક્રિયામાં પહેલા મને આશ્ચર્ય થશે કે આ મને શું મુશ્કેલીમાં નાખશે. જો કે મને લાગે છે કે જો આવું થાય તો મને આનંદ થશે. પણ મારી પહેલી પ્રતિક્રિયા શંકાની રહેશે. "
કોમેડી થ્રીલરમાં કૃણાલ ખેમુ, ગજરાજ રાવ, રણવીર શોરે અને વિજય રાજ શામેલ છે. આ ફિલ્મ 31 જુલાઈએ ડિઝની + હોટસ્ટાર પર રિલીઝ થશે.