પત્રલેખાએ સોશિયલ મીડિયામાં ફોટો શેર કરતા લખ્યુ કે, હેપી બર્થડે, મારા સૌથી મૂલ્યવાન અને સૌથી પ્રેમાળ રાજકુમાર. મારી લાગણીઓને શબ્દમાં વર્ણવી અઘરી છે, ખાસ કરીને આ સ્ટેજ પર હું તારા માટે ભગવાન પાસે એટલી જ પ્રાથના કરુ છું કે, જીવનમાં શાંતિ, સમૃદ્ઘિ વધે તેમજ દરેક તબક્કામાં શીખવા મળે અને પ્રગતિ થાય."
રાજકુમાર રાવની ગર્લફ્રેન્ડ પત્રલેખાએ કંઇક અલગ અંદાજમાં આપી જન્મદિવસની બધાઇ - patralekha wished rajkummar
મુંબઇઃ અભિનેતા રાજકુમાર રાવે હાલમાં જ તેનો 35મો જન્મદિવસ ઉજવણી કરી હતી. અભિનેતા રાજકુમાર રાવના જન્મદિવસ પર પત્રલેખા ઉપરાંત બોલિવૂડના સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.
પત્રલેખાએ શેર કરેલા એક ફોટોમાં તેઓ બંને સાથે હસતા જોવા મળે છે.
તે ઉપરાંત સિનેમાના બીજા સુપરસ્ટારે પણ સોશિયલ મીડિયા દ્રારા શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં આયુષ્માન ખુરાનાએ લખ્યુ કે, "હેપી બર્થડે ભાઇને! ખૂબ સારો પ્રેમ અને ખૂબ સારી ખૂશીઓ." એકતા કપૂરે ટ્ટિવટ કર્યુ કે," હેપી બર્થડે રાજ તું હંમેશાથી મારા માટે ખાસ રહ્યો છે. પ્રાર્થના કરુ છું કે, તુ જે ઇચ્છે તે તને મળે, તુ મહેનતી છો અને લાયક છો." ફિલ્મકાર ફરાહ ખાને રાજકુમારને તેનો ક્રેઝી પાર્ટનર કહ્યો અને લખ્યું કે," મારા ક્રેઝી પાર્ટનર અને મિત્ર રાજકુમારને હેપી બર્થડે, તમારી પ્રતિભાને અને સફળતાને આગળ વધારો." રાજકુમારની ફિલ્મની વાત કરીએ તો હવે તે મેડ ઇન ચાઇના અને રુહી અફઝા ફિલ્મમાં નજરે આવશે.