મુંબઈઃ કોરોના વાઈરસનો દેશમાં સતત વધારો થઈ રહ્યો છે. સામાન્ય લોકો સાથે હીરો બનેલા ડોક્ટર્સ પણ કોરોનાનો શિકાર બની રહ્યાં છે. પરંતુ તેમ છતાં તેએ પોતાનું કામ કરી રહ્યાં છે. એવામાં ડોકર્ટસઅને મેડિકલ સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ એકટ્રેસ હેમા માલિનીએ નારાજગી વ્યકત કરી છે.
અભિનેત્રી હેમા માલિની થઇ નારાજ, જાણો કારણ... - કોરોનાવાઈરસ ન્યૂઝ
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કહેર વધતો જાય છે. આવી સ્થિતિમાં લોકોના ભગવાન બનેલા ડોકર્ટલ અને મેડિકલ સ્ટાફ સાથે ગેરવર્તન અને તેમનો વિરોધ થતો જોવા મળ્યો હતો. જે ઘટનાને લઈ બૉલિવૂડ અભિનેત્રી હેમા માલિનીએ નારાજગી વ્યક્ત કરી છે.
હેમા માલિનીએ ઈન્સ્ટાગ્રામ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છ કે,' દોસ્તો, અનેક ચેનલો પર આ સમાચાર સાંભળીને મને બહુ જ દુ:ખ થયું. હેલ્થ વર્કર્સ અને ડોક્ટર્સ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. તે લોકોને તેમની બિલ્ડિગમાં જતા રોકવામાં આવ્યાં. જરા વિચારો, આ સ્થિતિમાં ખરા અર્થમાં કોઈ આપણો રક્ષક કોઈ હોય તો તે આ લોકો જ છે. જે ઘરે ઘરે જઈ કોરોનાના દર્દીની ઓળખાણ કરે છે. તેમને બચાવા માટે, તમારી રક્ષા માટે, તેમનો વિરોધ કરવો એટલે દેશના દેરક નાગરિકની સુરક્ષા સાથે રમવાં જેવું છે. જેથી કરી જો દેશ પર કુરબાન છે, આવો તેમને સન્માન આપીએ.'
માત્ર હેમા મલિની જ હી બૉલિવૂડના અન્ય સ્ટાર્સ પણ ડોક્ટર્સ અને મેેડિકલ સ્ટાફનું મનોબળ વધારવા માટે કામ કરે છે. આમિર ખાને પણ તાજેતરમાં એક પોસ્ટ કરી એ લોકોની પ્રશંસા કરી હતી, જે લોકો આ સ્થિતમાં પણ કામ કરી રહ્યાં છે.